Proud of Gujarat
FeaturedGENERAL NEWSINDIA

પર્યાવરણ પ્રત્યે ખતરા સમાન બનેલા ઉદ્યોગો સામે ભરૂચ કોંગ્રેસના ધરણા, પોલીસે આગેવાનોની કરી અટકાયત

Share

ભરૂચ જિલ્લામાં અનેક ઉદ્યોગો આવેલા છે, જિલ્લામાં ભરૂચ, વાગરા, પાનોલી, અંકલેશ્વર, ઝઘડિયા, જેવા વિસ્તારોમાં હજારો ઉદ્યોગો સ્થાપિત થયા છે, પરંતુ અવારનવાર કેટલાક ઉધોગો દ્વારા પર્યાવરણ માટે ખતરારૂપી ઘટનાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેને પગલે હવા, પાણી પણ પ્રદુષિત બનતા હોય છે, જે બાદ તેની સીધી આડ અસર ઉત્પન્ન થાય છે અને ચામડીના રોગ, હ્રદય રોગ, સહિતની અનેક માનવ બીમારીઓનું સર્જન થતું હોય છે, તો પશુઓ અને જીવચર પ્રાણીઓના મોત નીપજતા હોવાનું પણ સામે આવતું હોય છે, આજ પ્રકારની તમામ સમસ્યાઓનો સામનો ખાસ અંકલેશ્વર વાસીઓ કરી રહ્યા છે, જેને પગલે હવે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાનમાં આવી છે.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજેરોજ અંકલેશ્વર જીઆઈડીસીની વિભાગીય કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઔધોગિક એકમો દ્વારા હવા, પાણીને પ્રદુષિત કરવા અને ઔધોગિક અકસ્માતો નિવારવા માટે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ પગલાંના લેવાતા ધરણા કરવામાં આવ્યા હતા, જેમાં પર્યાવરણ સામે ખતરા સમાન જવાબદાર ઉધોગો ઉપર કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા, યુવા કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ, શરીફ કાનુગા સહિતના આગેવાનો અને કાર્યકરો પ્રતિક ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા, જોકે ધરણા અંગેની પરવાનગી ન હોય પોલીસે ધરણા કરવા આવેલ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી, જે દરમ્યાન કોંગી આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું.

Advertisement

Share

Related posts

લીંબડીમાં ફુટવેરનાં વેપારીઓએ જી.એસ.ટી નો વિરોધ કરી લીંબડી સેવાસદન ખાતે આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સે તેના બીજા શુક્રવારની સાપ્તાહિક સમાપ્તિ પર રૂ. 17,345 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું

ProudOfGujarat

પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!