ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ ઉચેડિયા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ-ગુજરાતનાં 600 વર્ષ પુરાણું ગુમાનદેવ હનુમાનજીનાં મંદિરેથી બાગેશ્વરધામ, ગઢા સુધી વિશ્વ કલ્યાણ અર્થે દિવ્ય-ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુમાનદેવ પીઠ ખાતેથી વિશ્વ કલ્યાણ અર્થે તેમજ બાગેશ્વરધામ હનુમાનજીના અદભુત ચમત્કાર વ ભક્તિ ભાવથી પ્રેરણાથી પ્રભાવિત થઈ ગુમાનદેવ પીઠનાં પિઠાધિશ શરૂ મહંતશ્રી મનમોહનદાસજી વ તેમના અનુયાયો (1) પ્રિયંશું મહારાજ (2) દીપકુમાર ભારદ્વાજ (3) પંકજ શર્મા (4) અમરીત મિશ્રા (5) તન્મય મિશ્રા (6) મહાદેવ શુકલા (7) નરસિંહ પરમાર (8) યુવરાજસિંહ ચૌહાણ (9) જયશંકર મિશ્રા (10) શ્રવણભાઈ યાદવ (11) હર્ષદભાઈ પટેલ (12) મુકેશભાઇ પટેલ (13) પ્રતાપસિંહ વાંસદિયા (14) ઓમપ્રકાશ (15) અભિષેક (16) નિલેષ ભાનુશાલી (17) કિરીટભાઇ (18) ભાવેશભાઈ દવે (19) નવલકિશોરદાસ મહારાજ (20) સંતરવિદાસ મહારાજ
સાથે તે યાત્રા કણજરી રામજી મંદિર મુકામે બપોરની પ્રસાદી વ વિશ્રામ ત્યાના મહંતશ્રી રામ શરણદાસજી શાસ્ત્રીજીના સાથે લઈને આગળ કાલોલ ખાતે ભગવાનશ્રી જગન્નાથયાત્રામાં સામેલ થઈને રાત્રે ગુમનદેવના ભકતશ્રી શરદભાઈ નાયકનાં નિમંત્રણને માન આપીને ઈન્દોર ખાતે રાત્રિ વિશ્રામ કર્યો હતો.
ત્યાથી પ્રસ્થાન કરીને કુબેરેશ્વર મહાદેવ થઈને (શિહોર) 22/6/23 નાં રોજ છતટપુરના ધારાસભ્યઆલોક ચતુર્વેદી ને ત્યાં દર્શન આપીને બાગેશ્વરધામ ખાતે યાત્રા પહોંચી હતી. અને આ યાત્રા દરમિયાન એક સામાજીક કાર્યક્રમમાં ભાગ લઈને શ્રી મહંત ગુમાનદેવ પિઠાધિશ મનમોહનદાસજીએ પોતાનાં માતૃશ્રી રામરતિબાઈના આશીર્વાદ મેળવ્યા હતા સાથે તમામે પણ માતાજીનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. યાત્રાની સમાપ્તિ દરમ્યાન અંકલેશ્વર રામકુંડનાં મહંતશ્રી ગાંગદાસજી બાપુ ઉપસ્થિત રહેલ હતા.
વિશ્વ કલ્યાણ અર્થે ગુમાનદેવ ધામ ગુજરાતથી બાગેશ્વરધામ મધ્યપ્રદેશ યાત્રાનું આયોજન
Advertisement