મણીપુરમાં છેલ્લા 50 દિવસ ઉપરાંતના સમયથી હિંસા ચાલી રહી છે, આ હિંસામાં અનેક લોકોના અત્યાર સુધી મોત નીપજ્યા છે તો કેટલાય લોકો ઘાયલ થઈ સારવાર લઈ રહ્યા છે, મણિપુર હિંસામાં આદિવાસી ખ્રિસ્તી સમુદાયના લોકોને પણ મોટુ નુકશાન થયું છે તેમજ સમુદાયના ચર્ચ ઉપર પણ હુમલાના બનાવો સામે આવી ચુક્યા છે જેના ઘેરા પ્રત્યઘાત ખ્રિસ્તી સમુદાયમાં પડ્યા છે.
આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત ખ્રિસ્તી સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવ્યું હતું, જેમાં મણિપુરમાં થઈ રહેલા હિંસાને તાત્કાલિક રોકવામાં આવે અને આદિવાસી ખ્રિસ્તીઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે જવાબદારો સામે તાબડતોડ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પર સરકાર તુરંત એક્શનમાં આવે તેવી માંગ કરી હતી, તેમજ જો વહેલી તકે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ખ્રિસ્તી સમાજ રસ્તા ઉપર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
મણિપુર હિંસામાં આદિવાસી ખ્રિસ્તીઓ પર થયેલા અત્યાચાર મામલે કાર્યવાહીની માંગ સાથે ભરૂચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા અપાયું આવેદનપત્ર
Advertisement