ભરૂચ -અંકલેશ્વર માર્ગ અકસ્માત ઝોન બન્યો છે, દર ચોવીસ કલાકે આ માર્ગ પર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે, ખાસ કરી નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે કેટલાય લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે તો કેટલાય લોકો મોત ને ભેટી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે, રવિવારે મોડી સાંજે પણ સર્જાયેલ ટ્રિપલ અકસ્માતની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા તો એક યુવકનું મોત નીપજ્યું હતું.
ભરૂચ -અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર ગત રાત્રીના સમયે ભરૂચ તરફના છેડે ત્રણ કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી, જે બનાવમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, અકસ્માતના પગલે બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો, અને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી દૂર કરી માર્ગને ખુલ્લો મુક્યો હતો.
મોડી સાંજે વરસેલા વરસાદ બાદ નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત ઘટનાઓ સામે આવી હતી, કહેવાય છે કે બ્રિજ પર પૂર ઝડપે પસાર થતા વાહનો વરસાદના કારણે રસ્તા પર સ્લીપ મારતા દેખાયા હતા જેને પગલે એક બાદ એક અકસ્માત સામે આવ્યા હતા, હાલ તો મામલે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી .
ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોનો સિલસિલો યથાવત, ટ્રિપલ અકસ્માતમા એક વ્યક્તિનું મોત
Advertisement