ભરૂચ જિલ્લામાં આજે તા 24 જૂનના શનિવારે ઝરમર વરસાદ વરસતા ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા જિલ્લાનાં રહીશોએ ઠંડક પ્રસરતા હાશકારો અનુભવ્યો હતો. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામા મેઘાની સવારી આવી પહોંચી હોય તેમ ચોમાસાની ઋતુના વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આજરોજ જિલ્લામા સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેમા સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં આમોદ તાલુકામા 3 મીમી, જંબુસર તાલુકામાં 05 મીમી, ઝઘડીયા તાલુકામા 1 મીમી, ભરૂચ તાલુકામાં 1 મીમી, વાગરા તાલુકામાં 2 મીમી, અંકલેશ્વર તાલુકામા 2 મીમી, અને હાંસોટ તાલુકામા 2 મીમી વરસાદ વરસ્યો હતો. આમ જિલ્લામાં કુલ 16 મીમી વરસાદ વરસ્યો હતો. અન્ય તાલુકાઓમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાપડી રહ્યાં છે.
Advertisement