108 એમ્બ્યુલન્સ ની પ્રમાણિકતાનો ઉત્તમ ઉદાહરણ ફરી એકવાર સામે આવ્યો છે……. પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 23 9 2018 ના રોજ ભરૂચ જિલ્લાની પાલેજ 108ને એક હાઇવે નંબર 8 પર આવેલ સેગવા ગામ નો અકસ્માતનો કેસ મળેલો અકસ્માત સ્થળે 108 એમ્બ્યુલન્સ પહોંચી ને જોતા કરજણ નું એક દંપતિ પોતાના કોઈ કામ અર્થે ભરૂચ આવ્યું હતું જેમને ભરૂચ થી પરત કરજણ જતા સેગવા પાસે અકસ્માત નડેલ અકસ્માતમાં આ દંપતિ ગંભીર ઘાયલ થઈ ગયા જેમને 108ના પાયલોટ ઈમ્તિયાઝ દૂધવાલા તથા ઈ એમ ટી સિટેશ ભાઈ એ તાત્કાલીક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. આ દરમિયાન ઈજાગ્રસ્ત દંપતી પાસેથી બે સોનાની બંગડી, એક સોનાનું મંગળસૂત્ર ,એક સોનાની વિટી ,૨ નંગ સોનાની બુટ્ટી, બે સોનાની કાનમેર ,બે ચાંદીની પાયલ અને એક એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવે જે લાખો રૂપિયાના સોનાના ઘરેણા 108 પાલેજ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલ મા ઘાયલ દંપતીના સંબંધીઓને પરત આપતા સબંધીઓ 108 એમ્બ્યુલન્સના ઈમ્તિયાઝ ભાઈ દૂધવાલા અને સિટેશ ભાઈ નો આભાર માન્યો હતો આમ અવાર-નવાર 108 પ્રમાણિકતા ના કિસ્સા અને લીધે લોકોમાં ચર્ચામાં રહે છે
108 એમ્બ્યુલન્સ ની પ્રમાણિકતાનો ઉત્તમ ઉદાહરણ ફરી એકવાર સામે આવ્યો છે…….
Advertisement