ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના શણકોઈ ગામ ખાતે રિઝર્વ જંગલ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે નવ જેટલાં ઈસમો દ્વારા કાચી દીવાલો ઉભી કરી ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું, જે બાદ વન અધિનિયમ 1927 નું ઉલ્લંધન કરવા માં આવ્યું હોય તમામ સામે વન વિભાગ નેત્રંગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શણકોઈ ગામ ખાતે નવ જેટલાં ઈસમો જંગલમાં નુકશાન કરી સાગ, વાંસ કાપી ઝુંપડા બાંધવામાં આવ્યા હતા, જે અંગેની નોટીશ આપવા છતાં સ્વીકારી ન હતી, સૂચનો કરવા છતાં ગુન્હા કામ પ્રવૃતિ વધતી જતી હતી, જે બાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ, યુ ઘાંચી તેમજ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર એસ એસ વસાવા દ્વારા દબાણ દૂર કરી મામલે વધુ કાર્યવાહી હાથધરી છે.
Advertisement