વિશ્વમાં આજે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આજેરોજ યોગ વિશેષજ્ઞના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાની એકમાત્ર કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ- ૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. ડી ડી પટેલની અધ્યક્ષસ્થાને ઉપસ્થિતિ હતી. ડૉ. પટેલે પણ વિદ્યાર્થીઓ સાથે વિવિધ આસનો અને પ્રાણાયામ રજૂ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને યોગનું રોજીંદા જીવનમાં મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સિનિયર પ્રોફેસર્સ અને સ્ટાફગણ તમામે ભાગ લીધેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના યોગા નોડલ અધિકારી અને ફીઝીકલ ઇન્સ્ટ્રકટર ડો. હિરેન મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
Advertisement