Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

Share

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયનાં માર્ગદર્શન અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન દ્વારા આજરોજ નવમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી નિયામક ઝયનુલ આબેદીન સૈયદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી, જેમાં ગુજરાત રાજય યોગ બોર્ડના નિષ્ણાંત કામીનાબેન રાજ દ્વારા સંસ્થાનની વિવિધ વિભાગની તાલીમાર્થી બહેનોને વિવિધ પ્રકારનાં આસનો કરાવ્યા અને તેની વિસ્તૃત સમજ પણ આપી. તાલીમાર્થી બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનાં કથન મુજબ યોગ હવે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર એક મોટા જન સમુહનો ભાગ બન્યો છે. યોગ થકી જુદા-જુદા દેશોનાં લોકો એક બીજા સાથે જોડાઈ રહ્યા છે અને સાચા અર્થમાં “વસુધેવ કુટુંબકમ” ની વ્યાખ્યા સાર્થક થઈ રહી છે જે ભારત દેશનાં પ્રમુખત્વની જી-૨૦ સમીટમાં પણ “એક પૃથ્વી, એક પરીવાર, એક ભવીષ્ય” તરીકે દર્શાવેલ છે. તેમનાં આ સ્વપ્નને સાકાર કરવા આજનાં આંતરરાષ્ટ્રિય યોગા દિવસે જન જાગૃતિનાં પ્રયાસ રૂપે ભવ્ય ઉજવણી કરાઈ.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ઝગડીયા થી અદ્લ ગામ બોરીદ્રા જતા રોડ પરથી રૂપિયા ત્રણ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબીની ટીમ

ProudOfGujarat

નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ડમ્પરો પર તવાઈ.

ProudOfGujarat

ભરૂચ : ને.હા 48 પર અંકલેશ્વરના અમરતપુરા નજીક બેકાબુ ટ્રક હાઈવેના ડિવાઈડરમાં ઘુસી જતા અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!