Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકામાં અરજદારો અટવાયા, યોગા દિવસ અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કર્મચારીઓ વ્યસ્ત રહ્યા

Share

ભરૂચ નગરપાલિકા ખાતે આજે બપોર સુધી અરજદારો અટવાયેલા નજરે ચઢ્યા હતા, વિવિધ વિભાગોના કામ અર્થે આવેલા અરજદારોને ધરમનો ધક્કો ખાવા જેવી નોબત આવી હતી, એક તરફ યોગા દિવસના કાર્યક્રમમાં પાલિકાના કર્મીઓ વ્યસ્ત હતા તો બીજી તરફ મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમમાં પાલિકા કર્મચારીઓને બોલાવવામાં આવતા પાલિકાની કચેરી એ કામ અર્થે આવેલા લોકોને હાલાકી પડી હતી.

ભરૂચ નગરપાલિકા ખાતે ફરજ બજાવતા મોટાભાગના વિભાગોના કર્મચારીઓને તંત્રના અધિકારીઓએ બંને કાર્યક્રમોમાં કામગીરી સોંપી હતી જેને લઈ સામાન્ય જનતાને આજે હાલાકી વેઠવાનો વારો આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : કેનેરા બેંકના એ.ટી.એમ.નું લોક તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ.

ProudOfGujarat

અંકલેશ્વરઃ સિક્યુરીટી એજન્સી દ્વારા લઘુતમ વેતનધારાનું ઉલ્લંઘન થયાની રજૂઆત

ProudOfGujarat

યુનિયન બજેટ વિશ લિસ્ટ : ભાર્ગવ દાસગુપ્તા, એમડી અને સીઈઓ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જીઆઈસી લિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!