સમગ્ર વિશ્વમાં 21 મી જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ શહેરમાં જીએનએફસી મેદાન ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ આયોજીત કરાયો હતો, જેમાં એક સાથે 3 હજાર જેટલા લોકો યોગાસન કરે તેવું આયોજન કરવામાં આવ્યું હતું, સવારે પોણા 6 વાગ્યાથી પોણા 8 વાગ્યા સુધી યોગાસનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટર, ધારાસભ્ય, સાંસદ સભ્યો સહિત વિવિધ સંસ્થાઓ તેમજ શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યોગાશન ક્રિયામાં ભાગ લઈ યોગ દિવસ ઉજવ્યો હતો.
આ ઉપરાંત જિલ્લામાં આઇકોનિક સ્થળોની વાત કરવામાં આવેે તો કબીરવડ અને શુકલતીર્થના નમો વનમાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. ભરૂચ જિલ્લાના વિવિધ સ્થળે આજે યોગ દિવસ નિમિતે સવારથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ખાતે પણ યોગ દિવસ ઉજવાયો હતો, જ્યાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કમલમ પાર્ટી પ્લોટ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, નોટિફાઇડ એરીયા ઓફિસ અંકલેશ્વર, લાયન્સ ક્લબ અંકલેશ્વર અને મહેસાણા મિત્ર મંડળ સાથે સયુંકત રીતે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ડ્રીમ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર હાઉસિંગ એસોસિયેશન જે.સી.આઇ અને બ્રહ્મમાંકુમારી દ્વારા યોગા દિવસનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો એ ભાગ લીધો હતો.
વિશ્વ યોગ દિવસની ઉજવણી : ભરૂચના જીએનએફસી મેદાનમાં એક સાથે હજારો લોકો એ યોગાશન કર્યા
Advertisement