ભરૂચના ટંકારિયા જુગાર કેસમાં ફરાર બિલાલ તેમજ તેના સાગરિતો પૈકી પોલીસે બિલાલ સહિત કુલ 10 અારોપીઅોની ધરપકડ કરી છે.
ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે કુખ્યાત બિલાલ મોટા પાયે જુગારનો અડ્ડો ચલાવતો હોઇ ભરૂચ પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતાં બિલાલ અને તેના સાગરિતો તેમજ પરિવારના સભ્યો સહિત ગ્રામજનોઅે પોલીસ પર હૂમલો કરી પત્થર મારો અને ઝપાઝપી કરી હતી. જેમાં અેક પીઅેસઅાઇ તેમજ 4 પોલીસ કર્મીઅોને ઇજાઅો પણ થઇ હતી. જુગારિયાઅો અને તેના સાગરિતોઅે મચાવેલી ધમાલમાં અેક પીઅેસઅાઇનો જીવ લેવાનો પ્રયાસ કરતાં તેમણે હવામાં ફાયરીંગ કરવું પડ્યું હતું. મામલામાં કુલ 80થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઇ હતી. જે તે સમયે પોલીસને 14 અારોપીઅોને ઝડપી પાડવામાં સફળતાં મળી હતી. જોકે બીલાલ તેમજ અન્ય સાગરિતો ફરાર થઇ ગયાં હતાં. દરમિયાદ બિલાલ અને તેના સાગરિતોઅે અાગોતરા જામીનની અરજી પણ કોર્ટમાં કરી હતી. પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. અરસામાં ભરૂચ પોલીસે કુખ્યાત સલીમ ઉર્ફે બીલાલ વલી ઇસ્માઇલ લાલન, ઇનાયત વલી લાલન, મોહસીન ઇનાયત વલી લાલન, સરફરાજ ઇસ્માઇલ મઠીયા, મુબારક ઇસ્માઇલ દસુ, જાવીદ ઇનાયત લાલન, ઇકરામ ઇનાયત લાલન, અબ્દુલ મજીદ ઉર્ફે મજીદ મામા અહેમદ લખા, ગુલામ મહંમદ તયા તેમજ હબીબ ઉર્ફે લાલા સુલેમાન મઢીને પોલીસે ઝડપી પાડી અાગળની કાર્યવાહી હાથ ધરી છે…સૌજન્ય