Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે ડૉ.મતાઉદ્દીન પીરઝાદા સાહેબ (પાલેજ) ના સાનિધ્યમાં અફ્સોસનો અવાજ અને ઈખરવીનો અવાજ પુસ્તકોનું વિમોચન કરાયું

Share

ભરૂચના જાણીતા કવિ, લેખક, સાહિત્યકાર અને કેળવણીકાર કે.કે. રોહિત (અફસોસ ઇખરવી) ની કલમ વડે લખાયેલ બે પુસ્તકો અફ્સોસનો અવાજ અને ઇખરવીનો અવાજનું શ્રવણ વિદ્યાધામ ભરૂચ ખાતે ડૉ.મતાઉદ્દીન પીરઝાદા સાહેબ (પાલેજ) ના સાનિધ્યમાં વિમોચન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમના પ્રારંભે ચીમનભાઇ પરમારે પ્રાર્થના રજૂ કરી હતી. હરિવદન જોશી સાહેબ તથા ઝૈનુદ્દીન સૈયદ સાહેબના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગ્રે અતિથિ વિશેષ રતિલાલ પરમાર (આચાર્ય બરોડા હાઇસ્કૂલ), હરેન્દ્રસિંહ સિંધા (આચાર્ય બીએચ મોદી વિધાલય ભરૂચ), રમેશભાઈ પરમાર (આચાર્ય પ્રાર્થના વિદ્યાલય ભરૂચ), મહેબુબભાઈ ઇખરવી (ગઝલકાર ), મનુભાઈ પટેલ અવધૂત અમદાવાદ સંજ્ય ભાઈ તલાટી ( સંકલ્પ ફાઉન્ડેસન ભરૂચ), પ્રભુદાસ મકવાણા (સામાજીક કાર્યકર જંબુસર) હાજર રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.

મહેબુબ ઈખરવીએ અફ્સોસનો અવાજ વિશે સુંદર પ્રતિભાવ આપ્યો હતો. હરિવદન જોશી – હરેન્દ્રસિંહ સિંધા -પ્રભુદાસ મકવાણા- સંજ્ય તલાટી- મનુભાઈ પટેલ-રમેશભાઈ પરમાર સાહેબે પુસ્તકો અને લેખક વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતા. ડો.મતાઉદીન પીરઝાદાસાહેબે લેખકને આશીર્વચન-આશીર્વાદ સહ શુભ આશિષ વ્યક્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનહરભાઈ વાધેલાએ કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ આયકર વિભાગ દ્વારા ખેડૂતોને નોટિસો પાઠવવા મામલે ખેડૂતોએ જિલ્લા પંચાયતથી આયકર વિભાગ સુધી રેલી યોજી હતી.

ProudOfGujarat

બોટાદના તુરખા રોડ વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરવા સામે વિરોધ

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ તેણીનો પ્રથમ યુટયુબ વ્લોગ સ્ટ્રીમ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!