Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોગ દીવસની ઉજવણીને અનુલક્ષીને પ્રાંત અધિકારી યુ.એન. જાડેજાએ વિઝીટ કરી તલસ્પર્શી નિરિક્ષણ કર્યું

Share

આગામી તા.૨૧ મી જુન બુધવારના રોજ ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની આંતરાષ્ટ્રીય યોગ દીવસની ઉજવણીને અનુલક્ષીને આજરોજ ભરૂચ પ્રાંત અધિકારી યુ.એન. જાડેજાએ સ્થળ વિઝીટ કરી તલસ્પર્શી નિરિક્ષણ કર્યું હતું.

કાર્યક્રમ સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, બેઠક વ્યવસ્થા, પાણીની સુવિધા, પાર્કિંગ વગેરે જેવી તમામ બાબતોને તકાજો લઇને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચનાઓ આપી હતી.

વધુમાં પ્રાંત અધિકારી યુ.એન. જાડેજાએ તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, સહિતના કાર્યક્રમોની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. આ પ્રસંગે વિવિધ વિભાગના સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

મધ્યપ્રદેશ ભોપાલનાં મુનિ વશિષ્ઠએ ઓમકારેશ્વરથી સાષ્ટાંગ દંડવત સાથે નર્મદા પરિક્રમા કરતા નેત્રંગ ખાતે આવતાં નગરજનોએ તેમનું સ્વાગત કર્યું.

ProudOfGujarat

વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાશે

ProudOfGujarat

ભરૂચમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીલક્ષી સંગઠનની મીટીંગ યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!