* પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીએ ૭માર્ચે ૨૦૧૭માં ઈ-શિલાન્યાસ કર્યો હતો
* પરિવહન વિભાગ દ્વારા પબ્લિરક-પ્રાઈવેટ-પાર્ટનરશીપ ધોરણે બસ સ્ટેસશન
* મલ્ટીપ્લેક્ષ, સુપર માર્કેટ, મુસાફરો માટે સુવિધાજનક ટીકીટ કાઉન્ટેરો, વેઈટીંગ લોન્જ્, વૃદ્ધો-દિવ્યાંગજનો માટે વ્હીદલચેર સહિતની સુવિધાઓ
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને ડી.આર.એ. નર્મદા બસપોર્ટ પ્રા.લિ. દ્વારા પબ્લિબક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) ના ધરાણે ભરૂચ ખાતે નવનિર્મિત આઈકોનિક બસપોર્ટનો લોકાર્પણ સમારોહ તા. ૨૧ જુન ૨૦૨૩ ના સવારે ૯:૩૦ કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે યોજાનાર છે.
ભરૂચની યશકલગીમાં વધુ એક મીરપીંછ રૂપે શહેર મધ્યમાં આવેલું સેન્ટ્રલ બસ સ્ટેશન હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું હાઈટેક બનવા જઈ રહ્યું છે. આ બસ સ્ટેશન સંપૂર્ણ મનોરંજન હબ સાથેનું શોપિંગ સેન્ટર અને ફૂડ ઝોન હશે.
શહેરમાં બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પી.પી.પી પ્રોજેકટ હેઠળ નવનિર્માણ પામનાર અત્યાધુનિક બસ સ્ટેશનનનું લોકાર્પણ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭ મી માર્ચ ૨૦૧૭ માં ઈ-શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેનાર છે. તેમજ અતિથિ વિશેષ તરીકે ભરૂચ જિલ્લાના સંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ તેમજ જિલ્લાના ધારાસભ્યો તથા જિલ્લાના અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર છે.
* ભરૂચ બસપોર્ટ એક નજરે…*
• જમીનનો કુલ વિસ્તાર : ૨૧૫૯૩.૦૦ ચો.મી.
• બસ ટર્મિનલની કુલ કિંમત :રૂ.૧૮.૧૮ કરોડ
* બસ ટર્મિનલમાં આપવામાં આવેલ સુવિધાઓ…*
• બસ ટમિનલ બિલ્ટઅપ વિસ્તાર: ૫૨૩૯.૦૦ ચો.મી.
• એલાઈટીંગ અને બોર્ડિગ પ્લેટફોર્મ : ૧૮
• પસેન્જર કોન્કર્સ વિસ્તાર : ૧૨૪૦.૦૦ ચો.મી.
• ઈન્કવાયરી, રિઝર્વેશન : ૧૦૦.૦૦ ચો.મી.
• પસેન્જર અને ટુરિસ્ટ ઈન્ફોરર્મેશન : ૨૦.૦૦ ચો.મી.
• વહીવટી ઓફિસ : ૫૦.૦૦ ચો.મી.
• કોમન વેઈટિંગ રૂમ : ૧૦૦.૦૦ ચો.મી.
• લેડીઝ વેઈટીંગ રૂમ : ૫૦ બેઠક
• રિટેલ અને કિઓસ્ક : ૫૦૦.૦૦ ચો.મી.
• રેસ્ટરૂમ અને ડોરમેટરી : ૫૦.૦૦ ચો.મી.
* મુસાફરલક્ષી સુવિધા…*
ટિકિટ કાઉન્ટર અને પૂછપરછ કેન્દ્ર, ડિજિટલ ડિસ્પલે સાથે આવાગમનની માહિતી, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વેરિએબલ સાઈન બોર્ડ, બસ સ્ટેશન ઓફિસ, સી.સી.ટી.વી. કેમેરા, વોલ્વો વેઈટિંગ રૂમ, વ્હીલ ચેર, લગેજ ટ્રોલી, બેઠક વ્યવસ્થા, કેન્ટીન/રેસ્ટોરન્ટ, કલોક રૂમ
* વાણિજ્યિક સુવિધા…*
રીટેલ સુપર માર્કેટ,શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ / ફૂડ કોર્ટ/પ્લાઝા,વ્યાવસાયિક ઓફિસો અને શો-રૂમ, હોટલ, સિનેમા હોલ વગેરે વાણિજ્યિક સુવિધાઓ નાગરિકોને પ્રાપ્ત થશે.