તા. ૧૮/૬/૨૦૨૩ને રવિવારના રોજ ધો.૧૦, ૧૧, ૧૨ ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારના મુખ્ય વકતા શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી દ્વારા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીમાં આગળ વધે અને ભણતરને વધુ પ્રાધાન્ય આપી પોતાના ભવિષ્યનું શ્રેષ્ઠ ઘડતર કરી પ્રગતિના સોપાન સર કરે તે માટે પોતાના સુવર્ણ શબ્દો થકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.વાંચનનું આયોજન, એકાગ્રતા કેળવવી, ઈશ્વરમાં તેમજ પોતાના પર વિશ્વાસ રાખી નિર્ણયો પર અડગ રહેવું, સંકલ્પો કરવા જેવી અનેક બાબતો પર વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. વાલીઓને પણ પોતાના સંતાનને કઈ રીતે મહેનત કરાવવી, તેમની દરેક બાબતોનું ધ્યાન રાખવું, મોબાઈલનો ઉપયોગ બંધ કરાવવો તેમજ સમયના મહત્વ અંગે ખાસ સૂચનો આપી એક રાહ ચિંધવામાં આવી. આચાર્યા દિપીકાબેન મોદી દ્વારા પણ કેટલાક અભ્યાસલક્ષી સૂચનો કરવામાં આવ્યા હતા. શિક્ષકમિત્રો દ્વારા પોતાના બહોળા અનુભવ થકી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. ધોરણ ૧૦ થી ૧૨ ના વર્ગશિક્ષકો તેમજ વિષય શિક્ષકોએ પણ આ સેમિનારમાં ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો.
ભરૂચની શ્રવણ વિદ્યાભવનમાં ધો. ૧૦,૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Advertisement