Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર ખાતે ફૂટબોલની ઓપન ટૂર્નામેન્ટમાં નબીપુરની ટીમનો 1-0 ગોલથી શાનદાર વિજય.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે ફૂટબોલની ઓપન રાત્રી ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ 12 ટીમો એ ભાગ લીધો હતો. નબીપુર અને ભરૂચની ટીમો ફાઇનલમા પ્રવેશી હતી તે અંતર્ગત ગઈકાલે રાત્રે બંને ટીમો વચ્ચે વિશાળ પ્રેક્ષકોની હાજરીમાં રસાકસીભર્યો મુકાબલો થયો હતો. જેમાં નબીપુરની ટીમે 1 વિરુદ્ધ 0 ગોલથી વિજય મેળવ્યો હતો.

વિજેતા ટીમને નબીપુરના ડેપ્યુટી સરપંચ હાફેજ ઇકરામભાઈ દસુ દ્વારા અને રનરઅપ ટીમને નબીપુરના સામાજિક કાર્યકર જીલાનીભાઇ ઘાસવાળાના હસ્તે ટ્રોફી અને ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. મેચ રેફરીઓને શોએબભાઈ અભુજીના હસ્તે મેડલ આપવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટના આયોજકોએ ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ તમામ ટીમો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસોની સંખ્યા 8 થઈ, સક્રિય કેસોની સંખ્યા 6

ProudOfGujarat

પંચમહાલ : શહેરા ખાતે સરકારી યોજનાનાં નાણાં લાભાર્થીનાં ખાતામાં જલ્દી જમા થાય તે હેતુથી તંત્રને આવેદન.

ProudOfGujarat

વડોદરા જિલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જતાની ચકાસણી અર્થે મોકડ્રિલ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!