૯ માં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આંબેડકર ભવન ખાતે યોગ નૃત્ય સ્પર્ધાનું આયોજન કરાવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મહિલા પતંજલિ યોગ સમિતિ દક્ષિણ ગુજરાતના પ્રભારી તનુજા આર્યા, જેએસએસ ભરૂચના નિયામક ઝયનુલ આબેદિન સૈયદ, નગરપાલિકા ઉપપ્રમુખ નિનાબા યાદવ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ઈન્દિરાબા રાજ, મહિલા પતંજલિ સંવાદ પ્રભારી પુષ્પાબેન સંગાથિયા, મહિલા પતંજલિ ભરૂચ જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, મહિલા પતંજલિ સુરત જિલ્લા પ્રભારી અમિતાબેન ગાંધી, દક્ષાબેન રાઠોડ તથા મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો, યોગ શિક્ષકો તથા યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા. યોગ નૃત્ય સ્પર્ધામાં કુલ ૧૩ ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધક દરેક ટીમના સભ્યોને મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા જ્યારે વિજેતા ત્રણ ટીમને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જી-૨૦ જન ભાગીદારી સમિટ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સંયુકત ઉપક્રમે મહિલાઓને આત્મનિર્ભર કરવા ચલાવવામાં આવતા સિવણ ક્લાસની બહેનોને આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ઝયનુલ સર, નિનાબા યાદવ, ઇન્દિરાબા રાજ, સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ અને પ્રમુખ ભાવનાબેન સાવલીયા દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતા.
ભરૂચ મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ નૃત્ય સ્પર્ધાનું આયોજન કરાયું
Advertisement