Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં સર્વિસ રોડ પર ભારે ચક્કજામની સ્થિતિ

Share

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભરૂચ દહેજને જોડતા ફ્લાય ઓવરબ્રિજ ઉપર રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે, જેને પગલે વાહન નોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જે બાદ સર્વિસ રોડ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.

આજરોજ સવારથી વાહનોનું પ્રમાણ વધતા બાયપાસ ચોકડી વિસ્તારમાં ચક્કજામ જેવી સ્થિતિનું સર્જન જોવા મળ્યું હતું જ્યાં અનેકો વાહન ચાલકો અટવાયલા જોવા મળ્યા હતા, ભારે ટ્રાફિકની સ્થિતિને પગલે નોકરિયાત વર્ગ તેમજ દહેજ તરફ જતા ટ્રાન્સપોર્ટના વાહનોને મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી હતી.

Advertisement

મહત્વનું છે કે બ્રિજ ઉપર રીપેરીંગ કાર્ય મંથન ગતીએ ચાલી રહ્યું છે જેને લઈ અવારનવાર ભારે ટ્રાફિકની સ્થિતિ આ વિસ્તારમાં સર્જાઈ રહી છે, તેવામાં વહેલી તકે આ બ્રિજનું રીપેરીંગ કાર્ય તંત્ર દ્વારા કરવામાં આવે અને બ્રિજના એક ભાગને ખુલ્લું મૂકી દેવામાં આવે તો ભરૂચ – દહેજ વચ્ચે ટ્રાફિક રાબેતા મુજબનું થઈ શકે તેમ છે.


Share

Related posts

“અંકલેશ્વર-હાંસોટ વિસ્તારમાં નહેરો ચાલુ થતાં જ હાલ માં જ સિમેન્ટ કોંક્રેટ કરાયેલ નહેરમાં ભંગાર સર્જાતા ખેડૂતો અને ઉદ્યોગપતિઓ મા નહેર ખાતા દ્વારા કરવામાં આવેલ કામગીરી સામે રોષ અને શંકા”

ProudOfGujarat

આમોદ પોલીસે જુગાર રમનારા ઇસમો સહિત કુલ રૂ. ૯૯,૮૫૦/-નો મુદ્દામાલ ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ માં જોવા મળ્યો મૌસમ નો બદલાતો મિજાજ….કેટલાક સ્થળોએ વરસાદ ના અમી છાટણા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!