આગામી રથયાત્રાના તહેવારને લઈ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહ દ્વારા પ્રોહીબિશન તથા અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ બુટલેગરો વિરુદ્ધ ગુજરાત પરિવેન્સ ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ (PASA) હેઠળ કાર્યવાહી કરવા સુંચનો આપવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશન અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલ (1) અભિષેક ભરતભાઈ કહાર રહે. લોઢવાડનો ટેકરો ભરૂચનાને અમદાવાદની સાબરમતી જેલ તેમજ (2) હાજરા બીબી મહંમદ સિદ્દીક શેખ રહે, નારિયેલી બજાર ભરૂચ નાઓને પાસા એક્ટ હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલી આપતા અસામાજિક પ્રવૃતિ કરતા તત્વો સહિત બુટલેગરોમાં ફફડાટનો માહોલ છવાયો છે.
Advertisement