Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે નિખિલ શાહની નિમણુંક કરાઈ, સમર્થકોમાં ઉત્સાહનો માહોલ

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ ગુજરાત કોંગ્રેસમાં અનેકો બદલાવ જોવા મળી રહ્યા છે, પ્રદેશ કોંગ્રેસ સમિતિની કમાન શક્તિ સિંહ ગોહિલના હાથમા આપવામાં આવી છે, જે બાદ હવે સંગઠનમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે, તેવામાં યુથ કોંગ્રેસ પણ હવે સક્રિય થઈ વિવિધ જિલ્લાની વિધાનસભા બેઠકો ઉપર યુવા પ્રમુખોની નિમણુંક કરવામાં આવી રહી છે.

ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલ સિંહ ચુડાસમા દ્વારા વિવિધ વિધાનસભા પ્રમુખોની નવી યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં ખાસ કરી ભરૂચ વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે નિખિલ શાહની નિમણુંક કરવામાં આવતા તેઓના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે, વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય અને યુવા ચહેરો ધરાવતા નિખિલ શાહ ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 11 માંથી આવે છે, જુના ભરૂચ વિસ્તારમાં તેઓ સક્રિય રહી લોકોની સમસ્યા ઓના નિરાકરણ માટે સતત પ્રયત્નસીલ રહ્યા છે, ત્યારે હવે ભરૂચ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકેની વિશેષ જવાબદારી સંગઠન દ્વારા તેઓને આપવામાં આવી છે.

Advertisement

આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ વધુ મજબૂત થાય તે માટે સંગઠનમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે, ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો પર કારમી હાર બાદ હવે લોકસભામાં કોંગ્રેસ મજબૂતાઈથી લોકો વચ્ચે જઈ શકે તેવા પ્રયત્નો સાથે સંગઠનના માળખામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.


Share

Related posts

ઉમરપાડાના ગુલીઉમર ગામના વિજય વસાવાને વોઇસ ઓફ યુથ એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં જુગાર રમતા 7 ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ પરિવાર તરફથી દિલ્હી ખાતે અહિંસક આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતોને શ્રદ્ધાંજલિ ગોવટ ગામના મંદિર આપવામાં આવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!