ભરૂચ સિટી સેન્ટર આધુનિક એરપોર્ટ કક્ષાના રૂ. 100 કરોડના બસ સ્ટોપનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થવા જઈ રહ્યું હતું. તંત્ર દ્વારા નવા બસપોર્ટના લોકાર્પણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી, જોકે હવે તેને પણ ગ્રહણ લાગ્યું છે.
ભરૂચનો મધ્યસ્થ ડેપો ફરી 6 વર્ષ બાદ કાર્યરત થતા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે છિન્નવાઈ ગયેલી વિવિધ ક્ષેત્રના વેપાર-ધનધનાર્થીઓની રોજગારી પરત શરૂ થઈ જશે તેવો આશાવાદ તેના લોકાર્પણની તારીખો જાહેર થતા જ સ્થાનિક વેપારીઓએ વ્યક્ત કર્યો હતો, 17 જૂન કે તેની આસપાસ સી.એમ ના હસ્તે ભરૂચના નવા અને અત્યાધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવનાર હતું.
જે બાદ 12 જેટલા પ્લેટફોર્મ પરથી ભરૂચ અને નર્મદા જિલ્લાના 5 ડેપો, પીકઅપ સ્ટેન્ડ, 9 તાલુકા અને ગામોને જોડેતી લોકલ 200 થી વધુ બસોનું સંચાલન શરૂ થવાનું હતું પરંતુ હવે તેને વધુ એક ગ્રહણ લાગતા લોકાર્પણની તારીખને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે.
બિપરજોય વાવાજોઝાનાં કારણે મુખ્યમંત્રી દ્વારા આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, એટલે કે ભરૂચ સહિત જિલ્લાની જનતાએ નવા બસ ટ્રમિનલના સત્તાવાર ઉદ્ધઘાટન માટે હજુ થોભો અને રાહ જુઓ જેવી સ્થિતિનું સર્જન થયું છે.
બસ ટર્મિનલના પ્રવેશ પાસે જ રેમ્પ વોક બનાવાતા વિવાદ
ભરૂચના સીટી સેન્ટર બસ ટર્મિનલના પ્રવેશ દ્વાર પાસે જ રેમ્પ વોક બનાવવામાં આવ્યું છે, જે બાદ વિવાદ સર્જાયો છે, રેમ્પ વોકને લઈ સામાજીક આગેવાનો અને જાગૃત નાગરિકોમાં સવાલો ઉભા થયા છે, શું આ રેમ્પ વોકની મંજૂરી પાલિકાએ આપી છે..? કે GSRTC વિભાગ દ્વારા બનાવવવા આવ્યો છે..? આ રેમ્પ વોકથી સીધે સીધો ચોક્કસ ખાનગી બિલ્ડરને ફાયદો પહોંચાડવાનું કામ હાથ ધરાયું હોવાનું કહેવાય રહ્યું છે, તેવામાં અધિકારીઓ અને પદ અધિકારીઓએ આ મામાલે કંઈક ઘટતું કર્યું છે કે કેમ તે બાબતો પણ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે, તેવામાં સમગ્ર રેમ્પ વોક નિર્માણ મામલે તેના પાછળના ખર્ચ અને મંજૂરી છે કે કેમ તે અંગે ખુલાસા આપવા જરૂરી જણાઈ રહ્યું હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.