ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવતા તત્વો સામે પોલીસ વિભાગે લાલઆંખ કરી છે, જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકોના કર્મીઓ દ્વારા દરોડાઓ પાડી અનેક બુટલેગરોને અત્યારસુધી જેલના સળીયા ગણતા કરી મુક્યા છે, તેવામાં વધુ એકવાર નર્મદા ચોકડી ખાતેથી બુટલેગર પોતાના નશાના વેપલાના નાપાક મનસુબા પાર પાડે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચની નર્મદા ચોકડી વિસ્તારમાં શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં કર્મીઓને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી, દરમ્યાન ટાટા ટિયાગો ગાડી નંબર GJ 15,CG, 9739 ને રોકી તેની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની વિવિધ બ્રાન્ડની બોટલો નંગ 881 મળી આવી હતી, જે બાદ પોલીસ દ્વારા મામલે સ્વપનીલ અજયભાઇ ચૌહાણ રહે, મહાદેવ નગર સોસાયટી જ્યોતિ નગર, ભરૂચ નાની ધરપકડ કરી કુલ 2,60,300 નો મુદ્દામાલનો કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા નશાનો વેપલો કરતા તત્વોમાં ખળભળાટ મચ્યો છે.