Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નબીપુર ખાતે સાર્વજનિક હોસ્પિટલમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો.

Share

ભરૂચના નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે નબીપુર પોલીસ મથક દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. આયોજિત મેડિકલ કેમ્પમાં બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભરૂચના તબીબોએ સેવા પ્રદાન કરી હતી. મેડિકલ કેમ્પમાં નબીપુર પોલીસના સમગ્ર સ્ટાફ સહિત ગ્રામજનોએ લાભ લીધો હતો. નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ. કે.એમ.ચૉધરીના સહયોગથી ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની ખ્યાતિ પ્રાપ્ત બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના વિવિધ નિષ્ણાત તબીબોની ટીમે સેવા પ્રદાન કરી હતી.

જેમાં ડૉ. હુસૈન ભાટિયા, વૈશાલી રોહિત, વિવેક વાઘેલા, રાજેશ પરમાર, હેમા પરમાર અને સ્મિત વસાવાએ દર્દીઓની તપાસ કરી નિદાન કર્યું હતુ. આયોજિત મેગા કેમ્પમાં બ્લડ સુગર, બ્લડ પ્રેસર, ECG, BMD સેવાઓ ઉપલબ્ધ હતી. આ કેમ્પમાં નબીપુર પોલીસ મથકના સમગ્ર સ્ટાફસ્ટાફ સ્ટાફ પરિવાર અને ગ્રામજનોએ પોતાનું મેડિકલ ચેક કરાવી સેવાનો લાભ લીધો હતો. આ પ્રસંગે નબીપુર ગામના ડેપ્યુટી સરપંચ ઇકરામભાઈ દસુ સહિત ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહયા હતા. નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ નો સમગ્ર સ્ટાફ પણ સેવામાં વ્યસ્ત હતો. નબીપુર હોસ્પિટલના ઓફિસ ઇન્ચાર્જ અલીભાઈ કડુજીએ કેમ્પને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સંપૂર્ણ તૈયારી કરી હતી. નબીપુર ના પી.એસ. આઈ. એ કેમ્પને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : વિજયાદશમી નિમિત્તે જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન

ProudOfGujarat

છોટાઉદેપુર : કવાંટ પોલીસે ધનીવાડા ચોકડી પાસેથી રૂ.૨.૯૪ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં કુવંદા ગામે જરૂરિયાત મંદ લોકોને ગુજરાત ગ્લાસ ફેકટરી તરફથી 200 જેટલી રાશન કીટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!