ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે પ્રાથમિક કુમાર શાળા અને કન્યાશાળા સંયોજિત નબીપુર કુમારશાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભરૂચના ડી.વી.ડામોર, સી.આર.સી. દીપ્તિબહેન, આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહયા હતા. સાથોસાથ નબીપુરના ડેપ્યુટી સરપંચ હાફેજ ઈકરામભાઈ દસુ, ગ્રામ પંચાયતના સભ્યો, નબીપુર કુમાર શાળાનું શિક્ષક ગણ, કન્યાશાળાનું શિક્ષક ગણ, નબીપુર આંગણવાડીનો સમગ્ર સ્ટાફ ગામના આગેવાનો હાજર રહયા હતા.
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાલવાટિકાના બાળકોને પુસ્તકો આપવામાં આવ્યા હતા. ગયા વર્ષે પ્રથમ ત્રણ નંબરે ઉત્તીર્ણ થનાર બાળકોને આમંત્રીતોના વરદ હસ્તે વિવિધ સંસ્થાઓ દ્વારા ઇનામો એનાયત કરાયા હતા.
ગુજરાત સરકાર તરફથી નબીપુર કુમાર શાળાને એક LED TV શિક્ષણ માટે અપાયું હતું. કાર્યક્રમના સમાપન પછી કુમાર શાળાના કમ્પાઉન્ડમા આમંત્રીતોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે નબીપુર કુમાર શાળાના આચાર્ય એ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
નબીપુરમાં પ્રાથમિક કુમાર શાળા અને કન્યાશાળા શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.
Advertisement