Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા શાળાઓના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો

Share

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું બીજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે તેમના રાજ્યના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રોપેલું તેના આજે બે દશકા પૂર્ણ થતાં આ બીજ હવે વટવૃક્ષ બન્યું છે.

નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલ શિક્ષણ રૂપી યજ્ઞને આગળ ધપાવતા રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા શાળાઓના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સાપ્રંત સમયમાં રાજ્ય સરકાર સામેથી જ બાળકોનું ઘરે ઘરે જઈને શાળામાં નામાંકન કરાવે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત સમગ્ર મંત્રી મંડળ તથા અન્ય પદાધિકારીઓ તથા અધિકારીઓ આ પ્રસંગે વિવિધ સ્કૂલોમાં જઈને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો છે,તેમ ઉમેર્યુ હતું.

Advertisement

મંત્રી પટેલે હાંસોટનની કુમાર ૩ બાળકને બાલવાટીકામાં અને કન્યા પ્રાથમિક શાળામાં ૬ કન્યા તથા રામનગરની પ્રાથમિક શાળામાં ૧ કુમાર તથા ૪ કન્યાઓને તથા ઉર્દૂ મિશ્ર શાળામાં ૩ કુમાર તથા ૪ કન્યાઓને, અંભેટા પ્રાથમિક શાળામાં ૩ કુમાર તથા ૫ કન્યાઓને તથા પારડીની પ્રાથમિક શાળામાં ૧ કુમાર તથા ૩ કન્યાઓને પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે શાળાના બાળકોને પુષ્પગુચ્છ તથા સ્કુલબેગ વિતરણ કરીને વિધિવત શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

આ પ્રસંગે સમગ્ર તાલુકામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ઠ પરિણામ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં શાળામાં સારા પરિણામ હાંસલ કરનારને પણ આ પ્રસંગે પરિતોષિત કરાયા હતા. આ વેળાએ મંત્રી મુકેશભાઈ પટેલે શાળાના ભૂલકાઓ સાથે બાળસહજ વાર્તાલાપ કર્યો હતો. જેમાં તેમને ભૂલકાઓને જમવા તથા શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવાની હિમાયત કરી હતી. આ ઉપરાંત શાળાના ભૂલકાઓને સોશીયલ મિડીયાનો ઉપયોગ શિક્ષણના હેતુ પૂરતો જ કરવા સમજાવ્યા હતા.

આ વેળાએ મંત્રીએ ગામના અગ્રણીઓ તથા દાતાઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા હતાં. મંત્રીએ આ પ્રસંગે સમજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ – નિપુણ ભારત – નિપુણ ગુજરાત પુસ્તકનું વિમોચન કર્યું હતું. કાર્યક્રમને અંતે મંત્રીએ તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષોરોપણ કરાયું હતું.

આ પ્રસંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી કે એફ વસાવા સહિત શાળાના આચાર્ય તથા શિક્ષક ગણ ઉપરાંત મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.


Share

Related posts

સુરતના ડભોલી વિસ્તારમાં હિટ & રનની ધટના.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : સાયલાના દેવગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં આકાશમાંથી વધુ એક ગોળો પડતાં લોકોમાં ભય.

ProudOfGujarat

ભરૂચ : સાયખા GIDC માં નેરોલેક કંપની ખાતે દિવાળી બોનસ સહિતની માંગ સાથે કામદારોનો હોબાળો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!