Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ બન્યા બુટલેગરોના અડ્ડા સમાન, પોલીસ કર્મીઓ સાથે જ બુટલેગરોની જામતી ચાઇ પે ચર્ચાઓથી અનેક તર્કવિતર્ક…

Share

ભરૂચ રેલવે સ્ટેશનનો વિસ્તાર નશાનો વેપલો કરતા તત્વો માટે આશીર્વાદ રૂપી બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, બુટલેગરો દિવસ દરમ્યાન ખેપિયાઓ પાસે અલગ -અલગ ટ્રેન મારફતે વિદેશી શરાબનો જથ્થો બિન્દાસ અંદાજમાં મંગાવી ભરૂચના દક્ષિણ અને પશ્ચિમ સહિતના વિસ્તારોમાં પહોંચાડયા બાદ છૂટકમાં વેચાણ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ભરૂચ રેલવે સ્ટેશન પર બુટલેગરો અને પોલીસની સાઠ ગાંઠ એટલી હદે હવે વિકસિત બની છે કે પ્લેટફોર્મ નંબર 1 અને 2 નું ફૂટ ઑવરબ્રિજ ઉતરતા જ નર્મદા નદી તરફ આવતા ટી સ્ટોલ પર પોલીસ કર્મીઓની પાસે બેસી બુટલેગરો બિન્દાસ અંદાજમાં પોતાના સાગરીતોની રાહ જોતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પોલીસ કર્મીઓ અને બુટલેગર ચાઇ પર ચર્ચાઓ કરતા નજરે પડી રહ્યા છે તેવામાં આ પ્રકારની બુટલેગરો અને પોલીસની જુગલબંદીથી પોલીસના ખબરીઓ અને કેટલાય જાગૃત નાગરિકોની સુરક્ષા અને ગુપ્તનિયતા ઉપર પણ ખતરા સમાન સ્થિતિ સર્જાય તો જવાબદાર કોણ તેવી બાબતો ચર્ચાનું કેન્દ્ર બની છે.

Advertisement

ભરૂચ રેલવે પોલીસ અને બુટલેગરોની બાકડે બેસી ચાઇ પર ચર્ચા અને રેલવેની હદમાં બિન્દાસ ફરતા બુટલેગરોની કરતુતો જોઈ પોલીસના ખબરીઓમાં ફફડાટનો માહોલ છવાયો છે તો બીજી તરફ કહેવાઈ રહ્યું છે કે આ બુટલેગરો અને પોલીસ કર્મીઓ ચા પાણી કરતા કરતા કેટલાય લોકોની મશ્કરીઓ પણ કરતા હોય સામાન્ય લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળતો હોય છે.

ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર જ બુટલેગરો અને પોલીસના સાઠ ગાંઠની ઘટનાઓ રેલવેની સુરક્ષા સામે પણ સવાલો ઉભા કરી રહ્યા છે તો બીજી તરફ રેલવેની હદમાંથી જ શહેર તરફ બિન્દાસ અંદાજમાં નીકળતા વિદેશી શરાબનો જથ્થો રેલવે પોલીસના કર્મીઓની કામગીરી ઉપર પણ શંકા ઉપજાવે તેમ છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બુટલેગરો અને પોલીસ કર્મીઓની ચાઇ પર ચર્ચા કરતા જોવા મળતા બુટલેગર ભૂતકાળમાં અનેકવાર રેલવેની જ હદમાંથી શરાબ લાવતો ઝડપાઈ ચુક્યો છે, તેવામાં હવે પોલીસ સાથે ચાની ચુસ્કી લેતા બુટલેગરની સાથે કંઈક રેલવે પોલીસનું રંધાઈ ગયું છે કે પછી સેટિંગ ડોટ કોમ થકી બધું જ છાવરવામાં આવી રહ્યું છે તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.


Share

Related posts

ભાવનગર ના પાલીતાણા નગરપાલિકા સ્ત્રી અનામતની અઢી વર્ષ પૂર્ણ થતાં બાકી રહેલા અઢી વર્ષ માટે જનરલ પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી

ProudOfGujarat

રાજપીપળા એસ.ટી ડેપોમાં કોરોના અને લોકડાઉનની ગંભીર અસર…

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના એક ટ્રેકટરએ દુધધારા ડેરી રોડ પર બે લોકોને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થવા પામી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!