“જી – ૨૦ જન ભાગીદારી” કાર્યક્રમ અંતર્ગત કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ખાતે રંગોળી નો કાર્યક્રમ નિયામક ઝૈનુલઆબેદિન સૈયદના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો. જેમાં સંસ્થાની વિવિધ વિભાગની તાલીમાર્થી બહેનોએ ભાગ લીધો હતો. જી -૨૦ જનભાગીદારી આધારિત વિવિધ પ્રકારની રંગોલી પ્રદર્શિત કરી હતી. તમામ રંગોળીનું નિરીક્ષકો દ્વારા મૂલ્યાંકન કરી તેના ઉપર સ્પર્ધકોને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.
સ્પર્ધકોમાંથી પ્રથમ ક્રમાંકે ચૌહાણ નેહા મનોજભાઇ, દ્વિતીય ક્રમાંકે વસાવા મયુરી કમલેશભાઈ અને વસાવા તુલશી નિલેષભાઈ અને તૃતીય ક્રમાંકે રોહિત નીતા કિશોરભાઇ અને પઠાણ નગમાં ખાતૂન વિજેતા જાહેર કરાયા હતા. જેમને પૂર્ણાહુતિ પ્રસંગે પ્રોત્સાહિત ઇનામો આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે અર્પણ કરવામાં આવશે. રંગોલીના કાર્યક્રમનું સફળ સંચાલન આશાબેન ચૌહાણ અને અર્પિતાબેન રાણા દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્ડ અને લાઈવલીહુડ કો-ઓર્ડીનેટર ક્રિષ્નાબેન કથોલીયા એ તમામનો કાર્યક્રમમાં ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું
ભરૂચ : “જી -૨૦ જન ભાગીદારી” કાર્યક્રમ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ખાતે રંગોલી કાર્યક્રમ યોજાયો.
Advertisement