Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

Share

રાજ્યનો શાળા પ્રવેશોત્સવ આગામી ૧૨, ૧૩, અને ૧૪ જૂન દરમિયાન યોજાવા જઇ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બ્રિફીંગ મિંટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે આયોજન ભવનના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ભરૂચ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ સુચારુરૂપે થાય તે માટે વીડિયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

Advertisement

મિટિંગમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, આ પ્રસંગનો ધ્યેય શાળા તથા સમાજ વચ્ચે સમન્વય સાંઘવાનો છે. “કન્યા કેળવણીને વધુ પ્રોત્સાહન મળે, ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેમજ બાળકો-વાલીઓમાં ઉત્સાહ રહે તે માટે બાળકોને શાળામાં પ્રવેશ આપતા આ કાર્યક્રમને એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે. તેના આધારે ૧૦૦ ટકા નામાંકનનો ઘ્યેય જિલ્લામાં હાંસલ કરવામાં આવશે.

કલેક્ટર એ વધુમાં ઉમેર્યું હતું કે, સાક્ષરતા દરની વૃઘ્ઘિ કરવી અને સ્ત્રી સાક્ષરતા દરની વૃઘ્ઘિ માટેના સઘન પ્રયાસ કરવામાં આવશે. સમાજ- વાલીઓમાં કન્યા શિક્ષણ પ્રત્યે જાગૃત્તિ લાવવાનો અને લોકોને સરકારની કાર્યરિતીમાં જોડવાનો સુનેહરો મોકો છે. તે સાથે- સાથે “શાળા પ્રવેશોત્સવ સમયે સ્કૂલ ઓફ એક્સિલેન્સ, શાળા આરોગ્ય કાર્યક્રમ, બાળકોને પોષણ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે.

વીડિયો કોન્ફરન્સ તથા મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, જીલ્લા શિક્ષણ અધિકારી કિશન વસાવા સહિતના સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Share

Related posts

હાઇવે પર થી પસાર થતા વાહનો માંથી માલ સામાન ની ચોરી કરતી કૂખ્યાત “ગેડીયા” ગેંગના સાગરીત ને અમદાવાદ ગ્રામ્ય LCB એ ઝડપ્યો.

ProudOfGujarat

અમદાવાદ સહીત રાજ્યભરમાં વરસાદી માહોલ  વહેલી સવાર થી પવનો સાથે વરસાદી ઝાપટા વિવિધ વિસ્તારમાં…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 21 પર પહોંચી, સિવિલ હોસ્પિટલના 7 કર્મીઓને કોરોના પોઝીટીવ,ઘરોમાં રહો સુરક્ષિત રહો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!