ભરૂચ જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે “NO DRUGS IN BHARUCH” અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, જેના અનુંસંધાને ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ મેડિકલ સ્ટોર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખી ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, તેવામાં કેટલાય મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મીઓએ શહેરના વિવિધ 11 જેટલાં મેડિકલ સ્ટોર ઉપર ડમી ગ્રાહકો મોકલી ચેકીંગ હાથ ધર્યું હતું જે પૈકી ત્રણ જેટલાં મેડિકલ સ્ટોરમાંથી રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં અને ડોક્ટર ના પ્રિસ્ક્રીપ્સન વગર દવાનું વેચાણ કરાતું હોવાનું માલુમ પડતા તણેવ મેડિકલ સ્ટોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીમાં ઝડપાયેલ ભરૂચના શીતલ સર્કલ પાસે આવેલ પ્રમુખ મેડિકલ, ભોલાવ બસ સ્ટેન્ડ પાસે આવેલ પ્રમુખ મેડિકલ તેમજ ભોલાવની નર્મદા કોલીની સામે આવેલ મંત્ર મેડિકલને તાત્કાલિક ધોરણે સીલ કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરતા નશાકારક સીરપનું વેચાણ કરતા તત્વોમાં ફાફડાટનો માહોલ છવાયો છે.