Proud of Gujarat
FeaturedGujaratINDIA

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ અને અદાણી ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે કવચીયા ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

Share

Mission Life Style for Environment (LiFE) પર્યાવરણ માટે જીવન શૈલી અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ અને અદાણી ફાઉન્ડેશનનાં સયુક્ત ઉપક્રમે કવચીયા ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ હતી.

અદાણી ફાઉન્ડેશનમાંથી કોમ્યુનિટી મોબિલાઇઝર,સુમિતભાઈ વસાવા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થીત ખેડૂત ભાઈ- બહેનોને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો ઉદ્દેશ અને મહત્વ વિષે સૌને માહિતગાર કર્યા અને વૃક્ષો વાવી અને જતન કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. કેવીકેનાં વરીષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મહેન્દ્રભાઇ પટેલ દ્વારા જળ, જમીન અને હવા પ્રદૂષિત ન થાય અને સ્વચ્છ પર્યાવરણ રહે તે માટે સંકલ્પ કરવો પડશે, વધુમાં ખેડૂત મિત્રોએ જમીન સુધારવા તેમજ ખર્ચ ઘટાડવા રસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને હલકા ધાન્ય પાકો જેવા કે નાગલી, બંટી, બાજરી, જુવાર જેવા પાકો કરી તેને ઉપયોગમાં લેવા આગ્રહ કર્યો હતો. આ કાર્યક્રમમાં કવચીયા ગામના શ્રી સખી મંડળ દ્વારા પણ વૃક્ષો વાવી અને તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂત-ભાઈ બહેનો અને અદાણી ફાઉન્ડેશનનાં અન્ય કોમ્યુનિટી મોબિલાઇઝર ઉપસ્થીત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી.

Advertisement

Share

Related posts

ઝધડીયા તાલુકાનાં ખરચી ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

ઉમરપાડાના વિવિધ ગામોમાં વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

સુરતમાં સગીરાને હેરાન કરતાં આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!