ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આલી ઢાળથી મહંમદપુરા સુધી ટ્રાઈ એન્ગલ બ્રિજ આગામી દિવસોમાં નિર્માણ થવા જઈ રહ્યું છે, તંત્ર દ્વારા બ્રિજના નિર્માણને લઈ વિવિધ સ્થળોના ડાયવર્જન આપવામાં આવ્યું છે, આગામી 15 તારીખથી પૂર્વથી પશ્ચિમને જોડતા માર્ગને બે વર્ષ માટે બંધ કરવાની તૈયારી બતાવી છે.
તો બીજી તરફ બ્રિજના નિર્માણ પહેલા જ વિવાદ સામે આવ્યો છે, સ્થાનિક વેપારીઓ, રહીશો એ આજે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિપક્ષના સભ્યો અને માર્કેટ મર્ચન્ટ એસોસિઅનને નેજા હેઠળ રજુઆત કરી હતી, સ્થાનિકોનું જણાવવું છે કે બ્રિજના નિર્માણને લઈ તેઓના ધંધા રોજગાર ઉપર સીધી અસર પડે તેમ છે, આ વિસ્તારમાં અનેક વેપારીઓ વેપાર કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, પરંતુ બ્રિજની કામગીરીની સીધી અસર તેઓના રોજિંદા જીવન ઉપર પડે તેમ છે.
સમગ્ર મામલે સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે, અને યોગ્ય ન્યાયની માંગ કરી છે
* વિકાસના કામમાં વિપક્ષનો વિરોધ, કહ્યું વિશ્વાસમાં લ્યો…
ભરૂચના મધ્યથી પશ્ચિમ વિસ્તારને જોડતા માર્ગ ઉપર વર્ષોથી ટ્રાફિક જામની સમસ્યા રહેલી છે, સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા વર્ષો અગાઉ ત્રણ ગળનારા પહોરા કરવામાં આવ્યા હતા, જે બાદ પણ આ વિસ્તારને જોડતા માર્ગ ઉપર ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે, જે બાબતને ધ્યાનમાં લઈ આખરે આ વિસ્તારમાં ટ્રાઈ એન્ગલ બ્રિજને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હવે વિપક્ષના નેજા હેઠળ જ બ્રિજના નિર્માણ પહેલા વિવાદે જોર પકડ્યું છે.