પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર – જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ક્લાઇમેટ ચેન્જ ડીપાર્ટમેન્ટ/ ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સીના સહયોગથી Awareness Programme on “Lifestyle for Environment” પ્રોગ્રામ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૦ જેટલા વિદ્યાર્થી, શિક્ષકો અને નાગરિકોએ ભાગ લીધો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના ચેરમેન અશોકભાઇ બારોટ, અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ દિનેશભાઇ પંડયા, ચેરમેન કીર્તિ જોશી અને રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ મધુબેન એ હાજરી આપેલ હતી.
આ કાર્યક્રમાં તજજ્ઞ તરીકે હેમંતકુમાર જોશી એ ઓડિયો- વિડીયો અને પ્રેઝન્ટેશન દ્વારા પાણી બચાવો, વીજળી બચાવો, ઇ વેસ્ટ, સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવાનો અનુરોધ, ખોરાક પ્રત્યે સંવેદના જેવા વિષયો પર બધાને માહિતગાર કર્યા હતા અને સૌ પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ હતી. ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કો- ઓર્ડીનેટર કેશા પ્રજાપતિ ધ્વારા કાર્યક્રમનું સંચાલન અને આભરવિધિ કરવામાં આવેલ હતી.
ભરૂચ : મિશન લાઈફ -જાગૃતતા કાર્યક્રમ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો
Advertisement