ભરૂચ નગરપાલિકા વધુ એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે, નગરપાલિકા દ્વારા DGVCL નું લાઈટ બિલના કરોડો રૂપિયાના નાણાં ન ભરતા આખરે જીઈબી દ્વારા વોટર વર્કસ વિભાગમાં આવતી શહેરની મોટાભાગની સ્ટ્રીટ લાઈટોનું કનેકશન કાપી નાખ્યું હતું, જે બાદ મોડી સાંજે શહેરના માર્ગો અંધકારમય અવસ્થામાં જોવા મળ્યા હતા.
કરોડો રૂપિયાનું વિજબીલ બાકી હોવાથી આ સમસ્યા સર્જાઈ હોવાનું કહેવાય રહ્યું છે, શહેરના મુખ્ય માર્ગોની સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા જ સત્તા પક્ષને ઘેરવાનો વિપક્ષને મોકો મળી ગયો હતો, અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન તદ્દન નિષ્ફળ જઈ રહ્યું છે તેવા આક્ષેપો વિપક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા.
Advertisement