Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અને જલજન અભિયાનનો ભવ્ય શુભારંભ કરાયો

Share

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માઉન્ટઆબુ મુખ્ય સંચાલન કેન્દ્ર દ્વારા સમગ્ર ભારત દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં બ્રહ્માકુમારીઝ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અને જલજન અભિયાનનો શુભારંભ કરાયો હતો, ત્યારે આજરોજ ઝાડેશ્વર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય ખાતે પણ ગતરોજ સાંજે ૬ વાગ્યે નશામુક્ત ભારત અને જલજન અભિયાનનો ભવ્ય શુભારંભ કરાયો હતો.

દેશની યુવા પેઢીને બચાવવા યુવાનોને વ્યસનથી દૂર રાખવા એક અનોખી પહેલ વ્યસન મુક્ત અભિયાનને લઈને આજરોજ ઝાડેશ્વર બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા બહેનોને કળશ અને ધ્વજ આપી આજથી આ કાર્યનો પ્રારંભ કરાયો હતો. ઝાડેશ્વર બ્રહ્માકુમારી દ્વારા અનેક માનવ લક્ષી સેવાઓ કરવામાં આવતી હોય છે ત્યારે વર્તમાન સમયમાં યુવા ધન વ્યસન તરફ વળી રહ્યું છે યુવાનો દારૂ, ગુટખા, પાન મસાલાના ખોટા વ્યસનો કરી તેઓનું જીવન બગાડી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં તેઓને યોગ્ય માહિતી આપવા ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લાના ૧૭ સેવા કેન્દ્ર દ્વારા સમગ્ર જિલ્લા ભરમાં શાળા કોલેજો અને ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તાર તમામ વિસ્તારોમાં ફરીએ ફરીએ ગલીએ ગલીએ જઇ લોકોએ વ્યસનથી દૂર કઈ રીતે રહેવું, વ્યસન કરવાથી શું થાય છે, આ તમામ પ્રકારની માહિતી પૂરી પાડવામાં આવશે અને લોકોને વ્યસન મુક્ત રાખવાના સંકલ્પો કરાવશે, તથા જલજન અભિયાન જલ છે તો જીવન છે ના અનુસંધાને વ્યક્તિએ પાણીનો બચાવ પણ કેવી રીતે કરવો પાણીનો ખોટો બગાડ ન થાય એ માટે પણ લોકોને માહિતગાર કર્યા હતા. આવનાર દિવસોમાં સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર બ્રહ્માકુમારી સેન્ટરના ૧૭ સેવા કેન્દ્ર દ્વારા અનેક પ્રકારની સેવાઓ હાથ ધરવામાં આવશે. જલજન અભિયાન વ્યક્તિના જીવનમાં પાણીનું કેટલું મહત્વ છે.

જલ છે તો જ જીવન છે આ ઉદ્દેશથી લોકોને માહિતગાર કરવામાં આવશે. જલ જન અભિયાન ભારત સરકારના જન શક્તિ મંત્રાલય અને બ્રહ્માકુમારી સંસ્થા ગ્રામ્ય વિકાસના પ્રભાગ દ્વારા સંયુક્ત રીતે સંચાલનમાં આવે છે જે માનવ અને માનવતાને બચાવવા માટે જળ સંરક્ષણની દિશામાં એક પહેલ છે. પાણી અને પ્રકૃતિના સંરક્ષણ પ્રત્યે લોકોમાં સામૂહિક ચેતના પેદા કરીને જળ સંરક્ષણનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે એને ધ્યાનમાં રાખીને આ અભ્યાનનુ આયોજન કરવામાં આવ્યું છે્ આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય, ભરૂચના પૂર્વ મંત્રી, ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ, બી.કે પ્રભા દીદી સહિત ભરૂચ અંકલેશ્વર વાગરા ઝઘડિયા હાસોટ સહિત સમગ્ર જિલ્લાભરમાંથી બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને જિલ્લાભરના બ્રહ્માકુમારી સેન્ટર જોડાયા હતા અને આજથી સંકલ્પ કર્યો હતો કે હવે લોકોને વ્યસન મુક્ત કરવાના કાર્યોમાં જોડાઈ જશો.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : કવાંટ પોલીસે ધનીવાડા ચોકડી પાસેથી રૂ.૨.૯૪ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

શહેરાનગરમા લગ્નસરાની મોસમ ખીલી ઉઠતા બજારોમા ભારે ભીડ

ProudOfGujarat

પ્રયાગરાજનાં નેહરુ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગતાં 50 દુકાનો બળીને ખાખ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!