Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષપદે સંકલન સમિતિના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

Share

કલેકટર કચેરીના સભાખડ ખાતે જિલ્લાના પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષપદે સંકલન સમિતિના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમા વિવિધ વિભાગો અંતર્ગત ચાલતી યોજનાની સંબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા કરી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે ખાતરી કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને યોજનાકીય લાભો સ્થળ પર જઈને વંચિતોને સરકારની યોજનાનો લાભ લેવા પ્રેરિત કરવા માર્ગદર્શિત કર્યા હતા.

બેઠકમાં ખાસ કરીને જનજીવનને સ્પર્શતી યોજનાઓ જેવી કે પાણીને લગતી, આવાસને લગતી યોજનાઓ, રોજગારને લગતી યોજનાઓને તથા લોકોના આરોગ્યને સ્પર્શતા પ્રશ્નોને ત્વરિત નિકાલ કરવા પ્રભારી સચિવએ હિમાયત કરી હતી. આ ઉપરાંત સ્કૂલના બાળકોને પોષણસમ આહાર પૂરો પાડવા તથા તેમણે જંકફુડથી દૂર રાખવા પણ જણાવ્યું હતું સાથે સાથે જિલ્લામાં વધુમાં વધુમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા સઘન પ્રયાસ થાય તેવી નેમ વ્યકત કરી હતી.

ઉકત બેઠકમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

નડિયાદ : સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં કોન્વોકેશન સેરેમની કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પોરબંદરની ઐતિહાસિક ધરોહર એવી જૂની કોર્ટ બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં વધુ 19 કેસ નોંધાતા કુલ સંખ્યા 1433 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!