તા.૩૧ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના જાહેર કરાયેલા ઓનલાઈન પરિણામ આજરોજ પ્રસિધ્ધ થતા ભરૂચ જિલ્લાનું સામાન્ય પ્રવાહ ધોરણ-૧૨ નું પરિણામ ૭૫.૫૦ ટકા નોધાયું છે. ભરૂચ જિલ્લાના કુલ ૮૯૨૬ વિદ્યાર્થીઓએ ધો.૧૨ બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાંથી કુલ ૬૭૩૯ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ગ્રેડવાઈઝ પરિણામ જોઈએ તો A1-૦૯, A2-૨૪૩, B1-૭૭૨, B2-૧૫૬૫, C1-૨૧૪૫, C2-૧૭૩૦, D-૨૭૩, E1-૦૨૦, ગ્રેડ પ્રાપ્ત કરી કુલ ૭૫.૫૦ ટકા પરિણામ રહ્યું છે.
ભરૂચ જિલ્લાના કેન્દ્ર વાઈઝ પરિણામની વિગતો જોઇએ તો, ભરૂચ કેન્દ્રનું પરિણામ ૭૮.૧૯ ટકા, અંકલેશ્વર કેન્દ્રનું પરિણામ ૭૫.૮૩ ટકા,ઝાડેશ્વર કેન્દ્રનું પરિણામ ૭૩.૮૫ ટકા, જંબુસર કેન્દ્રનું પરિણામ ૬૬.૪૦ ટકા, નેત્રંગ કેન્દ્રનું પરિણામ ૮૬.૯૯ ટકા, હાંસોટ કેન્દ્રનું પરિણામ ૬૮.૭૭ ટકા, વાલીયા કેન્દ્રનું પરિણામ ૭૪.૭૩ ટકા, થવા કેન્દ્રનું પરિણામ ૮૧.૨૧ ટકા, દયાદરા કેન્દ્રનું પરિણામ ૮૦.૫૮ ટકા, આમોદ કેન્દ્રનું પરિણામ ૭૨.૨૬ ટકા, અને ઝગડીયા કેન્દ્રનું પરિણામ ૭૦.૬૭ આવ્યું છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉતીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને ભરૂચ જિલ્લા વહિવટિ તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી શુભેચ્છાઓ પાઠવી છે.