Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. માં કેમ્પસ ઇન્ટરવ્યુનો પ્રોગ્રામ યોજાયો

Share

મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભરૂચની હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. માં ચાલુ વર્ષે ફિટર ટ્રેડમાં અભ્યાસ કરતા ૩૮ વિદ્યાર્થીઓ માટે EVEREST INDUSTRIES LTD- DAHEJ દ્વારા એપ્રન્ટીસ જોબ માટે કેમ્પસ ઇન્ટરવ્યુનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં કંપનીના HR સાહેબો હાજર રહી તાલીમાર્થીઓનું વ્યક્તિગત ઈન્ટરવ્યુ લઈ હાજર રહેલ તાલીમાર્થીઓમાંથી ૧૫ જેટલા તાલીમાર્થીઓને એપ્રન્ટીસ જોબ માટે પસંદ કર્યા હતા.

મુન્શી આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓ કોર્ષ પૂર્ણ કરે તે પહેલા જ કંપનીમાં નોકરી માટે પસંદગી પામેલ હતા. મુન્શી ટ્રસ્ટ દ્વારા તમામ પસંદગી પામેલ તાલીમાર્થીઓને તથા તેમના સ્ટાફ ગણને અભિનંદન પાઠવાયા હતા. આ પ્રોગ્રામમાં કંપનીના HR ની સાથે મુન્શી આઈ.ટી.આઈ.ના આચાર્ય આરીફ પટેલ અને સંસ્થાના સ્ટાફગણ હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવેલ હતો.

Advertisement

Share

Related posts

નાંદોદ તાલુકાના કુમસ ગામના વિદ્યાર્થીઓનું રસ્તા રોકો આંદોલન.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આવેલ એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ

ProudOfGujarat

જંબુસર રેફરલ હોસ્પિટલમાં સ્લેબ ધરાશાયી થતા દર્દીઓ મુંજવણમાં, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!