બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે Mission Life Style for Environment (Life) પર્યાવરણ માટે જીવન શૈલી અંતર્ગત કિસાન ગોષ્ઠિ યોજાઈ હતી. જ્યાં ડૉ. હર્ષલ પાટીલ, હલકા ધાન્ય સંસોધન કેન્દ્ર,વઘઈ (ડાંગ)ના મહાનુભાવ ઉપસ્થિત રહી તેમણે ખડૂતોને માર્ગદર્શન આપ્યુ હતું.
હલકા ધાન્ય પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતીથી વિશે રોંજીદા જીવનમાં અગત્યતા તેમજ આ પાકોમા વધારે પ્રમાણમાં કેલ્શીયમ અને આર્યનનું પ્રમાણ વિશેષ હોય છે. જે કુપોષણ દુર કરવામાં ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. કેવીકેનાં વરીષ્ઠ વૈજ્ઞાનિક મહેન્દ્રભાઇ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનુ અને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ઊજવણી વિશે માહીતી આપી અને હલકા ધાન્ય સંસોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન લઈ ભરુચ જીલ્લામાં પણ હલકા ધાન્ય પાકો નાગલી, બટી, બાજરી, કોદરાનુ વાવેતર કરી સારી ખેતી કરે તે માટે કેવીકેના માધ્યમથી વધુમા વધુ પ્રચાર – પ્રસાર કરી માર્ગદર્શન પુરુ પાડવા ખાતરી આપી હતી.
હલકા ધાન્ય સંસોધન કેન્દ્ર,વઘઈ (ડાંગ), દ્વારા ઉપસ્થીત સર્વે ખેડૂતોને નિદર્શન રૂપે નાગલીના બીયારણ આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા ખેડૂતો હાજર રહ્યા હતા.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા મિશન લાઇફ – પર્યાવરણ માટે જીવન શૈલી અંતર્ગત કિસાન ગોષ્ઠિ યોજાઈ
Advertisement