Proud of Gujarat
FeaturedGujaratINDIA

આત્મા પ્રોજેક્ટ ભરૂચ દ્વારા જિલ્લામાં ૮૦ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઇ

Share

આત્મા પ્રોજેક્ટ – ભરૂચ દ્વારા જીલ્લાના ખેડૂતોને દેશી ગાય આધારિત ઝીરો બજેટ પ્રાકૃત્તિક ખેતીના વ્યાપ વધારવા સારૂ નિરંતર તાલીમોનું આયોજન ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવી રહેલ છે. જીલ્લાની કુલ ૫૪૫ ગ્રામ પંચાયતો અનૂરૂપદસ ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર બનાવીને તેમાં ફાર્મર માસ્ટર ટ્રેનર અને ટેકનીકલ માસ્ટર ટ્રેનરની નિયુક્તિ અને સંચાલન હેઠળ ચાર સેશનમાં તાલીમો આપવાની કામગીરી કલેકટરશ્રીનાસીધા માર્ગદર્શન હેઠળ ૧ લી મે -૨૦૨૩ થી અમલમાં છે.

આ તાલીમોમાં પ્રાકૃત્તિક ખેતીના તમામ આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, મિક્ષ ક્રોપીંગ, વાફ્સા અનેમલ્ચીંગ જેવા વિષયો પર ખેડૂતોને નિદર્શન આયોજિત કરીને માર્ગદર્શિત કરવામાંઆવી રહ્યા છે. પરિણામ સ્વરૂપે ખેડૂતોને રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવોથી વાકેફ થઇ કોઈ પણ પ્રકારના ખર્ચ વિના, બાહ્યથી કોઈ પણ પ્રકારની સામગ્રી ખરીદ્યા વિના થતી પ્રાકૃત્તિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત થયેલ છે. પ્રાકૃત્તિક ખેતીથી ઉત્પન્ન થતી ઉપજ રાસાયણમુક્ત હોઈ માનવ સ્વાસ્થ્ય અનેપ્રકૃત્તિને નુકશાનકારક હોતી નથી. ખેડૂત દ્વારા પ્રાકૃત્તિક ખેતીમાં દેશી ગાયના ગોબર અને ગૌ-મૂત્રનો ઉપયોગ કરીને જમીનની પોષણ વ્યવસ્થા સુનિશ્વિત કરવામાં આવે છે.વિવિધ પ્રકારના ખાતરો જેવા કે જીવામુત્ત અને ઘન જીવામૃત્ત બનાવવા સારૂ વિના ખર્ચ થતી આ પ્રાકૃત્તિક ખેતીથી જમીનના બંધારણમાં અને જમીન સ્વાસ્થ્યમાં અત્યંત લાભદાયી સાબિત થયેલ છે.રાજ્ય કક્ષાએ રાજ્યપાલશ્રી અને જીલ્લા કક્ષાએ કલેકટરના સીધા માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ – ભરૂચ દ્વારા આયોજિત થતી ખેડૂત તાલીમમાં આજ દિન સુધી ૮૦૮૦૯ ખેડૂતોએ તાલીમ લઈને પ્રાકૃત્તિક ખેતીનીવિધિવત જાણકારી પ્રાપ્ત કરેલ છે. માન. રાજ્યપાલશ્રી લિખિત પ્રાકૃત્તિક ખેતીની પુસ્તિકાઓનું પણ ઉક્ત તાલીમમાં વિનામૂલ્યે ખેડૂતોને વિતરણ કરીને સઘન અભ્યાસ સારૂ પ્રેરણા આપેલ છે.

જમીનની ફળદ્રૂપતા બાબતે જમીનમાં રહેલસેન્દ્રીય કાર્બન અગત્યનો ભાગ ભજવે છે.દેશી ગાય થકી જમીનનું પણ પોષણ કરી જમીનને ફળદ્રૂપ બનાવવા પ્રાકૃત્તિક ખેતી મહત્વનો ભાગ ભજવી રહેલ છે. નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્રઅને દશ પરણીઅર્ક જેવા પાક સરક્ષણખેડૂતો જાતે જ બનાવી શકે તે હેતુથી તેના મહત્વ અને નિદર્શન આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને તાલીમોમાં ઉપસ્થિત રાખીને પૂરૂ પાડવામાં આવે છે. આ પાક સંરક્ષણ બનાવીને ખેડૂતો ચૂસીયા પ્રકારની જીવાતો, ઈયળો, કીટકોના ઉપદ્રવ સામે વિના મૂલ્યે નિયંત્રણ મેળવી શકે છે.

Advertisement

૧ લી મે -૨૦૨૩ થી ભરૂચ જીલ્લામાં કલેકટરના સીધા માર્ગદર્શન હેઠળ અને આગામી સમય દરમ્યાન નીચેની વિગતો મુજબ આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી શાખા અને બાગાયત વિભાગ દ્વારા તાલીમો થકી ખેડૂત તાલીમપૂર્ણ કરેલ છે. જેમાં આમોદમાં ૮૩૪૫, હાંસોટ ૭૫૦૫, વાગરા ૮૦૨૮, અંકલેશ્વર ૯૭૫૪, જંબુસર ૮૯૨૨, વાલીયા ૭૯૮૫, ભરૂચ ૯૫૨૯, ઝઘડીયા ૧૦૯૪૦, નેત્રંગ ૯૭૯૪ એમ કુલ ૮૦૮૦૯ જેટલા ખેડૂત તાલીમપૂર્ણ કરેલ છે. પ્રોજેકટર ડાયરેક્ટર આત્મા દ્વારા જણાવાયું છે.


Share

Related posts

નડિયાદ : કપડવંજના ખેડૂતે બટાકા ફંકશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટની મદદથી ૫૦ વીઘા જમીનમાં ૪.૫ લાખ કીલો બટાકાનું ઉત્પાદન કર્યું

ProudOfGujarat

ભરૂચ : ધી કુડીયા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે રસ્તાની કામગીરી કરવાની ફરજ નગરપાલિકાને કેમ પડી ? ચાલતી લોકચર્ચા…

ProudOfGujarat

વડોદરામાં કલેકટર આર. બી. બારડે વેક્સિનેશન સ્થળની મુલાકાત લઇ છાત્રો સાથે સંવાદ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!