Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાશે

Share

શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ એ ભરૂચ અને નર્મદા જિલ્લાના ૧૩ જેટલા પાટીદાર સમાજના સમૂહનું એક સંગઠન છે. છેલ્લા ૨૦ વર્ષથી વધુ સમયથી કાર્યરત છે. સંગઠનની એક બેઠક આર કે કાસ્ટા ખાતે યોજાઇ હતી, જેમાં આ સંગઠન દ્વારા આગામી ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ એક સમૂહલગ્નનું યોજવાનુ આયોજન કરવામાં આવ્યું છે, જે ભરૂચ ખાતેના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે યોજાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના લગભગ સમાજના પ્રમુખો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સમૂહલગ્નનું ખુબ સરસ રીતે વ્યવસ્થિત આયોજન આગામી તા.૨૮.૧.૨૪ ના રોજ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ભરૂચ ખાતે કરવું, સમૂહ લગ્નમાં જોડાનાર વર વધૂ પક્ષ વિનામૂલ્યે સમૂહ લગ્નમાં જોડાઈ શકશે જેના માટે ડિપોઝિટ પેટે બંને પક્ષે રૂ.૫૦૦૦ રજીસ્ટ્રેશન વખતે ડિપોઝિટ પેટે જમા કરાવવાના રહેશે જે સમૂહ લગ્નના દિવસે જ ચેકથી પરત કરવામાં આવશે, બંને પક્ષને ૫૦ ૫૦ વ્યક્તિને આમંત્રણની મર્યાદા આપવામાં આવશે, દરેક પક્ષને વધુ ૫૦ આમંત્રિત પ્રતિ વ્યક્તિ રૂપિયા ૧૦૦ લેખે પાસ આપવામાં આવશે, સમૂહ લગ્નમાં જોડાનાર પરિવારોએ સમૂહ લગ્નમાં જોડાવવા લગ્નની નોંધણી તા. ૨૮.૧૨.૨૩ ના રોજ સુધી કરાવવાની રહેશે તે મુજબની ચર્ચાઓ કરી તેને બહાલી આપવામાં આવી હતી, ઉપરાંત વિવિધ કામ માટે જરૂરી પ્રાથમિક કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં સમૂહ લગ્નના સંયોજક તરીકે જયંતીભાઈ પટેલ તથા મનોજભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત સહ સંયોજક તરીકે જંબુસર, આમોદ, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા તાલુકાના સહ સંયોજકોની નિમણૂક કરવામાં આવી છે જે લોકો સમૂહલગ્નને લગતા તમામ કાર્યોનું નિરીક્ષણ કરી અન્ય કમિટીઓ સાથે સંકલન કરશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન દ્વારા ઝાડેશ્વર ખાતે સેલ્ફ એમ્પલોઈડ ટેલર તાલીમ વર્ગની કરાઇ શરૂઆત.

ProudOfGujarat

માહિતી અધિકાર અધિનિયમનાં કાયદાને ઘોળીને પી જતાં જાહેર માહિતી અધિકારીઓ

ProudOfGujarat

ज़िन्दगी ना मिलेगी दोबारा’ ने पूरे किए 7 साल, ऋतिक रोशन ने रोड़ ट्रिप के साथ यादों को किया ताज़ा!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!