ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ચાલુ વર્ષ હજ 2023 માં હજ માં જનાર ભરૂચ અને નર્મદા જિલ્લાના હજયાત્રીઓ માટે ભરૂચ માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે હજ તાલીમ શિબિર યોજાઇ હતી. આયોજિત હજ તાલીમ શિબિરમાં અંદાજે 600 થી વધુ હાજીએ ભાગ લીધો હતો.
આયોજિત હજ તાલીમ શિબિરમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન જનાબ ઈકબાલભાઈ સૈયદ ગુજરાત રાજ્ય હજ કમિટીના સભ્ય મુસ્તુફાભાઈ ખોડા અને માટલીવાલા પબ્લિક સ્કૂલના એડમિનિસ્ટ્રેટર જનાબ ઈસાકભાઈ પટેલ ઉપસ્થિત રહી હાજીઓનો ઉત્સાહ્ વધાર્યો હતો.
આતોજિત હજ તાલીમ શિબિરમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના માસ્ટર ટ્રેનર હનીફ ભાઈ પટેલ અબ્દુલરહીમભાઈ રાઠોડ અને નામાંકિત આલીમ મુફ્તી યુસુફ સાહેબ એ હજના સફર દરમિયાન ધ્યાનમાં રાખવાની તમામ બાબતો દરેક અરકાન વિશે તેમ જ મક્કા મદીના સફળ વિશે વિસ્તૃત તાલીમ ખુબ જ સરળ અને સુંદર રીતે હાજીઓને સમજાવી હતી. હજ તાલીમ શિબિરનું સફળ આયોજન ભરૂચ જિલ્લાના અલ્તાફભાઈ ભોલા, જુબેરભાઈ શેખજીમાસ્ટર, ઇનામુલભાઈ પટેલ, ઇલ્યાસભાઈ શેખ, મુફ્તી અસલમ, સલીમભાઈ અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતુંઆ ટ્રેનિંગ કેમ્પનું સફળ આયોજન ભરૂચ જિલ્લાના અલ્તાફભાઈ ભોલા, જુબેરભાઈ શેખજીમાસ્ટર, ઇનામુલભાઈ પટેલ, ઇલ્યાસભાઈ શેખ, મુફ્તી અસલમ, સલીમભાઈ અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતુંઆ ટ્રેનિંગ કેમ્પ ને સફળ બનાવવા માટે ભરૂચા સોસાયટી યુવક મંડળના તમામ સભ્યો તથા ભરૂચ શહેરની નામી અનામી સંસ્થાઓ અને માટલીવાલા પબ્લિક સ્કૂલના મેનેજમેન્ટનો અને ગુજરાત હજ કમિટીના તમામ સાથીઓને ભરૂચ જિલ્લા હજ ફીલટ્રેનરઓ એ આભાર વ્યક્ત કર્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ અને નર્મદા જિલ્લાના હાજીઓનો ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ તાલીમ શિબિર યોજાઇ.
Advertisement