ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેરના જુદા જુદા વિસ્તારના સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી શૈક્ષણિક કારકિર્દીમા માર્ગદર્શન મળી રહે તે માટે યુપીએલ યુનિવર્સિટી વાલીયા ખાતે રૂબરૂ મુલાકાત કરાવી હતી જેમાં યુપીએલ યુનિવર્સિટીના રજીસ્ટર ધર્મેશ પટેલે વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી તેમની કારકિર્દીના યોગ્ય અને ઉજળા ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ યુપીએલ યુનિવર્સિટી દ્વારા ચાલતા વિવિધ કોર્સ કોર્સની માહિતી પૂરી પાડી હતી અને યુનિવર્સિટીના અલગ અલગ ફેકલ્ટીની વિઝીટ કરાવી હતી. આ તમામ કાર્યક્રમ માટે ધર્મેશ પટેલ, વાઈસ કાઉન્સિલર સાહેબ તેમજ અન્ય સ્ટાફ ગણે જરૂરી માહિતી પૂરી પાડી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા, ઈશા મેવાડા, નીતાબેન બારસાગવાલા, વૈશાલીબેન ચંદેલ, અમિતાબેન રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement