ભરૂચ જિલ્લામાં ગુનાખોરીને ડામવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ સ્ટેશનના કર્મીઓ દ્વારા સતત શંકાસ્પદ વસ્તુઓ અને નશાના વેપલો કરતા તત્વો તેમજ જુગાર અને સત્તાબેટિંગ કરતા તત્વો સામે તવાઈ બોલાવી છે, જિલ્લામાં શંકાસ્પદ ભંગારના જથ્થા ઝડપાવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, તેવામાં વધુ એકવાર ક્રાઇમ બ્રાંચ દ્વારા શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે.
ભરૂચ તાલુકાના દહેગામ ત્રણ રસ્તા વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી, દરમ્યાન દહેજથી ભરૂચ તરફ આવી રહેલા આઈસર ટેમ્પો નંબર GJ 07 Z 7688 ને રોકી તેની તલાસી લેતા ટેમ્પોની પાછળની ભાગની કેબીનમાંથી 1710 કિલો ગ્રામ જેટલો ભંગારનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.
ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે (1) સાહીલ કૈયુમ દીવાન રહે, થામ ભરૂચ તેમજ (2) વસીમ ઇભ્રાહીમ પઠાણ રહે, ખુશ્બુ પાર્ક સોસાયટી ભરૂચ નાઓને કુલ 51,300 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.