Video Player
Media error: Format(s) not supported or source(s) not found
Download File: http://www.proudofgujarat.com/wp-content/uploads/2018/09/VID-20180921-WA0042.mp4?_=1Advertisement
ભરૂચ જિલ્લાના વાગરા ના સાયખા ગામ ખાતે નિર્માણ પામનાર ઇમામી પેપર મિલનું ભૂમિ પૂજન કાર્યક્રમ આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું…..
ભૂમિ પૂજન માં આવેલ CM વિજય ભાઈ રૂપાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે 1000કરોડના રોકાણથી 3000 લોકોને રોજગારી મળશે તેમજ ભારતની એવી કોઈ કંપની ન હોય જેનું એકમ ગુજરાતમાં ચાલતું ન હોય સાથે જ તેઓએ 80% થી વધુ રોજગારી સ્થાનિક, ગુજરાતીઓને આપવામાં આવે તેવી સરકારની ઈચ્છા વ્યક્ત કરી હતી..
વધુમાં પત્રકારો સાથે ની વાતચીત માં મુખ્યમંત્રીએ રાજ્યમાં અછતની નિવેદન આપ્યું હતું કે કચ્છ અને ઉત્તર ગુજરાતના 14 તાલુકામાં ઓછો વરસાદ થતાં 1 ઓક્ટોબરથી કામગીરી શરૂ કરાશે તેમજ વધુ માં તેઓએ અમરેલીમાં ૧૧ જેટલા સિંહો ના મોત અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે જરૂર પડે તમામ સિંહનું પરીક્ષણ કરાશે અને મૃતક સિંહના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કોઈની બેદરકારી જણાશે તો પગલાં લેવામાં આવશે સાથે જ રાજસ્થાન ખાતે સભા માં રાહુલ ગાંધી દવારા કરવામાં આવેલ દેશ ના ચોકીદાર ચોર છે ના નિવેદન મામલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું આ નિવેદન તેમનું બાલિશપણું બતાવે છે….