ભારતીય સનાતન ધર્મ યુગો – યુગોથી સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે આહુતિ આપતો રહ્યો છે ત્યારે કેટલાક ધર્મ વિરોધીતત્વો તેમાં રૂકાવટ કરી રહ્યા છે. એ વાતને હું વખોડી કાઢું છું. ભારતીય સંસ્કૃતિનો પ્રચાર – પ્રસાર કરી રહેલા તેમજ બાગેશ્વર ધામના મહાપ્રતાપી શ્રી હનુમાનજી મહારાજના મહિમાને સમગ્ર વિશ્વમાં વ્યાપ કરી રહેલા બાગેશ્વર બાબાનો ધર્મ પ્રત્યેનો લગાવ અને સનાતન ધર્મનો ભગવો લહેરાવવા માટે અને સમગ્ર સમાજને ભગવાનમાં જોડવાનું કામ કરે છે, હિન્દુ સંસ્કૃતિમાં જોડવાની કોશિશ કરે છે, તેઓ ભારતીય સનાતન સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસ કરે છે, ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરનારા વેદો, ઉપનિષદો, પુરાણો, ધર્મગ્રંન્થો અને સત્શાસ્ત્રોને જગતમાં પુનઃ પ્રસ્થાપિત કરી રહ્યા છે, “આજનું બાળક એ આવતીકાલનું અધ્યાત્મ સંસ્કૃતિનું ભવિષ્ય છે” એ ન્યાયે ભારત રાષ્ટ્રના હિન્દુ દીકરી – દીકરાઓ અન્ય ધર્માંન્તરણમાં ન ખપી જાય એ માટે શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રયાસોને વંદન. ભારતીય સાધુ – સંતો, સનાતન પ્રચારકો અને ધર્મ – પ્રચારકોનો વિરોધ કરીને વિરોધી લોકો શું સિધ્ધ કરવા માંગે છે ? ગીતાકાર ગોવિંદના શબ્દો છે “ધર્મો રક્ષતિ રક્ષિત:” ધર્મનું રક્ષણ છે તો આપણું રક્ષણ છે. આપણે આપણા સ્વધર્મને બચાવવા એકમેક થવું પડશે અને બાગેશ્વર બાબા જેવા ધર્મ – પ્રચારકોને ખુલ્લું સમર્થન આપીને ભારત ધર્મનું રક્ષણ કરવું જોઈએ તેવી અપીલ અંકલેશ્વર ગુરુકુલના સ્વામીએ કરી છે.
પ્રખર સનાતની બાગેશ્વરધામના અધિપતિ ધીરેન્દ્ર શાસ્ત્રીને અંકલેશ્વર ગુરુકુલના જયસ્વરૂપ શાસ્ત્રીનું સમર્થન.
Advertisement