વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસમા રચનાત્મક પ્રવૃતિઓ તરફ દોરાય તે હેતુસ્રર અને વિદ્યાર્થીઓમા ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફની પહેલ સાથે SRF ફાઉન્ડેશન દ્વારા ભરુચ જિલ્લાના ત્રણ તલુકાઓની 35 જેટલી પ્રાથમિક શાળઓમા વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમો યોજ્વામા આવ્યા હતા. આ 30 દિવસીય સમર કેમ્પ દરમિયાન ભરુચ તાલુકાની 12 શાળાઓ, વાગરા તાલુકાની 5 અને નેત્રંગ તલુકાની 18 શાળાઓના 2000 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સહાભેર ભાગ લીધો.
આ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને તેમની બૌદ્ધિક વૃદ્ધિ, સામાજિક વિકાસ અને શારિરીક વિકાસ થાય સાથે નવિનિકરણ પ્રવૃતિઓના માધ્યમથી ઉત્સહાથી શિખવાની તક મળે અને શિક્ષણને પ્રોત્સાહન મળે. આ કેમ્પમા વય જૂથ મુજબ ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ અને 6 થી 8 ના વિદ્યાર્થીઓને સમાવેશ કરેલ છે. આ સમર કેમ્પ ચાર ભાગમા વહેચવામા આવ્યુ છે જેમ કે અઠવાડીયું 1 – ચીત્ર અને પોસ્ટર બનાવવાની વિવિધ બાબતો, અઠવાડીયું 2 – કઠપૂતળી, માસ્ક અને અન્ય પ્રોપ્સ સાથે વાર્તા કહેવા, અઠવાડીયું 3 – EVS/સાયન્સ ફન ગેમ્સ અને ટોય મેંકિગ સ્પર્ધા, અઠવાડીયું 4 – સ્કીટ, રોલ પ્લે અને ડ્રામા (જૂથોમાં). સહ અભ્યાસક્રમ પ્રવૃતિઓ – ક્લે મૉડિલંગ, EVS/સાયન્સ મૉડલ બનાવવા, પ્રયોગ સેટઅપ અને ડેમોન્સ્ટ્રેશન, પોસ્ટર બનાવવા, વેસ્ટમાંથી શ્રેષ્ઠ, ઓછા ખર્ચમા વિજ્ઞાનના પ્રયોગો અને રોલ પ્લે, નુક્કડ નાટક અને ડીબેટ, ઇન્ડોર અને આઉટડોર રમતો – સ્થાનિક રમતો, બેડિમન્ટન, ખો-ખો, ટગ ઓફ વોર, મુજીકલ ચેર, ઇન્ડોર ગેમ્સ: ચેસ, કેરમ, લુડો, ડમ્બ ચૅરેડ્સ, બલૂન અથવા બોલ ગેમ્સ વગેરે. સ્થાનિક કલા અને હસ્તકલાનો પરીચય, ઇતિહાસ વિશે અને પ્રવૃતિઓ એક્સપોઝર મુલાકાતો (વૈકલ્પીક)- વિદ્યાર્થીઓને સ્થાનીક પોસ્ટઓફીસ, પોલીસ સ્ટેશન, બેંક, પીએચસી, વિગેરેની મુલાકાત કરાવામા આવી. દર અઠવાડિયાના, શનિવારના રોજ તમામ વિદ્યાર્થીઓની કોમ્પીટીશન પણ રાખવામાં આવેલ.
આ લર્નિંગ સમર કેમ્પમા બાળકોના સર્વાગી વિકસમા મહત્વપૂર્ણ ભુમિકા ભજવી છે જેને દરેક ગામના સરપંચ અને શાળાના શિક્ષકો દ્વારા પ્રોત્સાહન પુરુ પાડવામા આવ્યુ અને સમર કેમ્પના પૂર્ણાહીતીના દિવસે જે બાળકો સારુ પ્રદર્શન કરેલ છે એમને SRF ફાઉન્ડેશન દ્વારા ઈનામ વિતરણ કરવામા આવશે.
બ્રિજેશકુમાર પટેલ : ભરૂચ
ભરૂચ જિલ્લાના ત્રણ તલુકાઓમાં SRF ફાઉન્ડેશન દ્વારા ૩૦ દિવસીય સમર કેમ્પનુ આયોજન કરાયું
Advertisement