Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનું ધોરણ 10 નું 61.07 ટકા પરિણામ આવ્યું

Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ ૧૪ મી થી ૨૮ મી માર્ચ,૨૦૨૩ દરમિયાન ધોરણ- ૧૦ (SSC) ની જાહેર પરીક્ષાઓ યોજાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લામાં કુલ નોંધાયેલા ૧૮૨૬૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે તા.૨૫મી મે,૨૦૨૩ ને ગુરૂવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ ના જાહેર કરાયેલા ઓનલાઈન પરિણામમાં ભરૂચ જિલ્લામાં કુલ ૧૧૧૫૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા જિલ્લાનું કુલ ૬૧.૦૭ ટકા પરિણામ નોંધાયું હતું. જે પૈકી ૧૦૨ વિદ્યાર્થીઓ A1 અને ૭૯૧ વિદ્યાર્થીઓએ A2 અને ૧૮૦૭ વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. પરીક્ષામાં ઉતીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારીએ શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

જિલ્લામાં સૌથી વધુ પરિણામ ભરૂચ-૦૩ કેન્દ્રનું ૭૮.૨૯ ટકા નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરીયા કેન્દ્રનું ૩૮.૫૭ ટકા નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં એકપણ શાળાનું પરિણામ 0 (શૂન્ય) નોંધાયું નથી.


Share

Related posts

ભરૂચ ઓમકારનાથ હોલ ખાતે આજરોજ મુખ્યમંત્રીના હસ્તે સિટી બસોનું ઈ-લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

અમદાવાદના નવા મેયર તરીકે આ ત્રણ નામોની ચર્ચા, આ તારીખે થશે જાહેરાત

ProudOfGujarat

મોબાઈલ પર સંક્રમણના વધેલા કેસોના સમાચાર સાંભળીને લાગે છે કે અમે અહીં રોકાઈને સારું કર્યું લોક ડાઉન દરમિયાન સરકારે અમને રહેવા-જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!