Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાપ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા આયોજન મંડળ’ની બેઠક યોજાઈ

Share

રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે ‘જિલ્લા આયોજન મંડળ’ ની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સહ ઉપાધ્યકક્ષ તુષાર સુમેરાએ પ્રભારીમંત્રીનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. ત્યારબાદ બેઠકમાં આગાઉ ત્રણ વર્ષના કામોની સમિક્ષા કરવામાં આવી હતી. વિવિધ સાત જેટલા એજન્ડાની સમિક્ષા કરી આયોજન હેઠળ MLADS, ૧૫% વિવેકાધીન ૫% પ્રોત્સાહક, ATVT યોજના, માન. ધારાસભ્ય ફંડ, વિકાસશીલ તાલુકા જોગવાઇ વગેરે હેઠળ મંજૂર થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ આયોજન હેઠળની વિવિધ યોજનાના મંજૂર થયેલા કાર્યોના તેમજ ચાલુ વર્ષના સૈદ્ધાંતિક મંજૂરીના કામોના તાંત્રિક અંદાજ સહિતના અન્ય કામોની સમીક્ષા કરી બહાલી આપવામાં આવી હતી.

આયોજનના ભાગરૂપે સૌ અધિકારીશ્રી-કર્મચારીઓ સાથે ઝીણવટપૂર્વક ચર્ચા-વિચારણા કરીને આયોજનને વધુ સુદ્દઢ બનાવવા માટે સબંધિત અધિકારીશ્રીઓને પ્રભારીમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતીએ માર્ગદર્શન પુરુ પાડીને કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા.

Advertisement

અત્રે નોંધનીય છે કે, આ બેઠકમાં જિલ્લા પંચાયત અધ્યકક્ષ અલ્પાબેન પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લાના સર્વે ધારાસભ્યો, આમંત્રિત સભ્યો તેમજ તાલુકા પંચાયતના પ્રમુખતઓ, નગરપાલિકાના પ્રમુખો, સહ ઉપાધ્યકક્ષ તુષાર સુમેરા, તેમજ જિલ્લા વિકાસ અધિકારી પી.આર. જોશી, અને તમામ પ્રાંત અધિકારીઓ સાથે સંબંધિત અધિકારીઓને અને કર્મચારીઓ મિંટીંગમાં હાજર રહ્યા હતા.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી કુલ 616 યુનિટ રક્ત એકત્રિત કરાયું.

ProudOfGujarat

માંગરોળ મામલતદાર કચેરીમાં 15 દિવસથી ઈ સ્ટેમ્પ નહીં મળતા આવક જાતિના દાખલા કઢાવનારાઓને ભારે હાલાકી

ProudOfGujarat

અંકલેશ્વર- નગર પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેનની પ્રશંસનીય કામગીરી,૧૨૫ વિધવા માતાઓને વિધવા સહાય યોજના અંગે માહિતગાર કરી યોજનાના લાભાર્થી બનાવવા પ્રક્રિયા કરાવી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!