::-ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તાર માં આવેલ દહેજ બાયપાસ ચોકડી વિસ્તાર માં અત્યંત બિસ્માર હાલત માં બનેલ રસ્તા ના કારણે સ્થાનિકો અને વાહન ચાલકો માટે જીવન જીવવું મુશ્કેલ બન્યું છે..મસ્ત મોટા ખાડા ના કારણે ધૂળ ઊડતી હોવાથી સ્થાનિક લોકો ઘર ની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે..બિસ્માર માર્ગ ઊપર થી વાહનો લઈ ને પસાર થતા વાહન ચાલકોને માર્ગ ઉપર થી વાહન હંકારવાનું મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે….
બાયપાસ ચોકડી વિસ્તાર ના સ્થાનિક આગેવાનો તેમજ તંત્ર ના અધિકારીઓમાં અવાર નવાર રજુઆતો કરવા છતાં આજ દિન સુધી આ રસ્તા નું ન તો રીપેરીંગ કામ હાથ ધરાયુ છે.ન તો નવીનીકરણ કરવામાં આવ્યું છે..જેના કારણે હાલ લોકો ને આ માર્ગ ઉપર થી પસાર થવું મુસીબત ને આમંત્રણ આપવા જેવી બાબત બની ગઇ છે..એક તરફ અ-સંખ્ય ટ્રકો આ માર્ગ ઉપર થી અવર જવર કરે છે..તો બીજી તરફ સીટી વિસ્તાર ને અડીને આવેલા વિસ્તાર હોવાથી મોટી માત્ર માં દિવસઃ દરમિયાન વાહનોની અવર જવર થતી રહે છે.તેમ છતાં વિસ્તાર ના લોકો ની કમનસીબી સમજો કે સ્થાનિક નબરી નેતા ગિરી નું ઉદાહરણ જે આજે લોકો માટે રસ્તા ઉપર થી પસાર થવું પણ મજબૂરી સમાન બનાવી દીધું છે……
દહેજ માર્ગ ઉપર ટોલ ટેક્સ લેવામાં આવે છે પરંતુ એ ટોલ ટેક્સ લેવા જેવી માર્ગ ઉપર સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે તેમ માર્ગ ની હાલત જોતા કહી શકાય તેમ છે..દહેજ વિસ્તાર મા નામી કંપનીઓ ના વાહનો આ માર્ગ ઉપર થી ૨૪ કલાક પસાર થાય છે..પરંતુ આજે પણ લોકોને પડતી સમસ્યાને જાડી ચામડીનું બની ગયેલું તંત્ર જાણે કે કુંભકરણ ની નિદ્રા માં હોય તેમ લાગી રહ્યું છે..એટલે જ તો આજે સ્થાનિક આગેવાનો અને લોકોએ રસ્તા ઉપર ઉતરી આવી ચક્કાજામ કરી તંત્ર વિરુદ્ધ ના સુત્રોચાર કરી ભારે હોબાળો મચાવ્યો હતો..અને વહેલી તકે માર્ગ ને બનાવવા માં નહિ આવે તો હજુ પણ ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી…..